SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પણ...આ રીતે પેટ ઉપર કરાતા જુલમના કારણે રાજાને અકાળે મોત આવી ઊભું. રાજા બીમાર પડ્યો. અનેક દવાઓ ખાવા છતાં બીમારી દૂર ન થઇ. મૃત્યુ-શયા ઉપર પડેલા રાજા વ્હીટેલિઅસના આ છેલ્લા શબ્દો હતા કે... “આટઆટલું ખાધા છતાં હજી મને તૃપ્તિ થઈ નથી.” પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ગુણભાન બનેલો આત્મા કેટલી હદે અતૃપ્તઅસંતુષ્ટ રહે છે એ સમજાવતો આ પ્રસંગ છે...ઇન્દ્રિયોનો સ્વભાવ જ અસંતોષ છે...માટે તેને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કદી કરવા જેવો નથી. પ્રયત્ન તો ખરેખર એ કરવા જેવો છે કે જેના દ્વારા ઇન્દ્રિયોની વાસનાને ફટકો પડે. વાસનાને નિયંત્રિત કરવાનો, તેના ઉપર કાબૂ મેળવવાનો અભ્યાસ પાડવો જોઇએ. કારણ કે સમગ્ર જગતની અઢળક સુખ-સાહ્યબી જીવને મળી જાય તોય મન ક્યારેય તૃપ્તિ અનુભવવાનું નથી. વધુ ને વધુ ભોગ-સુખોને પામવાની તૃષ્ણામાં સમગ્ર જીવન પૂરું થઈ જશે. અરે ! આવા અસંખ્ય જન્મો અને જીવનો સમાપ્ત થઇ જશે તોય તૃપ્તિ થનાર નથી. તૃષ્ણાની આગ ઓલવાની નથી. તો પછી એ તૃષ્ણાને પોષવા ને તૃપ્તિ પામવા આ બધાં ધમપછાડા શાને સારું ? એ સતત ધ્યાનમાં રહે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થોમાં ધર્મ એ મૂળ છે અને અર્થ તથા કામ વૃક્ષરૂપ છે. મૂળ સલામત તો વૃક્ષ સલામત ! આથી જ સગૃહસ્થ ધર્મની સુરક્ષામાં જ અર્થ-કામની સુરક્ષા છે તે સમજવું જોઇએ. આથી જ અજૈન મહાભારતના રચયિતા વ્યાસમુનિ કહે છે : उर्ध्वबाह विराम्येष न च कश्रिच्छणोति मे । । धर्मोर्थश्र कामश्र ततः किं न प्रसेव्यते ।। અર્થ : “મારા બે હાથ ઊંચા કરીને હું કહું છું, છતાં મને કોઈ સાંભળતું નથી. ધર્મથી જ અર્થ કામ મળે છે. તો પછી લોકો તે ધર્મને મેળવવા-પામવાનો જ પુરુષાર્થ કેમ કરતા નથી ?” જે આત્માઓ આવા ધર્મહીન છે, ધર્મ કરવા જેઓ જરાય તત્પર નથી, તેવા આત્માની કક્ષાને નજર સમક્ષ રાખીને ઉપરની વાત રજૂ કરાઇ છે, એ ધ્યાનમાં રહે. જેને અર્થ અને કામ જોઈતાં હશે તેણેય ધર્મ તો આરાધવો જ પડશે, એ ૩૦૬ ૩૦૬ * * *
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy