________________
સંગત જ છે.
જો તમે વારંવાર બીમાર પડતા હો...અથવા તમે સતત બીમાર રહ્યા કરતા હો...તો તે તમારા માટે જરાય શોભાસ્પદ નથી. બલકે અત્યંત શરમાવવા જેવી આ વાત છે. કેમકે વારંવાર આવતી તમારી બીમારી, તમારી રસનેન્દ્રિયની તીવ્ર લાલસાનું પ્રતીક છે. અને આ ગુણ (કે દુર્ગુણ !) કાંઇ ગૌરવ લેવા જેવો તો ન જ ગણાય ને ?
આ વાતને આપણે સતત ધ્યાનમાં રાખીએ કે મળેલો માનવદેહ એ ધર્મસાધનાનું અમોઘ સાધન છે. શરીરમાં રહેલુ ઘર્મસાધનમ્ I શરીર એ ધર્મનું સૌથી પહેલું સાધન છે. આથી જ શરીરની અત્યંત કાળજી રાખવી જોઇએ. જો શરીર સારું હશે તો મન પણ સ્વસ્થ રહેશે. અને જો તન (શરીર) અને મન સ્વસ્થ હશે તો ધર્મની સાધના દ્વારા મુક્તિમાર્ગ તરફની ગતિ જરુર વેગવંતી બનશે.
ભોજન સંબંધી આ બે ગુણોની વિચારણામાં બીજા કેટલાક પણ મહત્ત્વના નિયમો સમજી રાખવા જેવા છે. જેને આપણે સંક્ષેપમાં વિચારી લઇએ. (૧) એલોપેથિક દવાઓ ન લેવી:
શક્ય હોય ત્યાં સુધી દવા જ ન લેવી. ખાનપાનની પદ્ધતિ પોતાની પ્રકૃતિ અનુસાર ગોઠવી લેવામાં આવે અને પ્રમાણસર ખાવામાં આવે તો પ્રાય: બીમાર પડાય જ નહિ અને તો ઔષધ (દવા) લેવાની જરૂર જ ન પડે.
આમ છતાં ક્યારેક દવાઓ લેવાની જરુર પડે ત્યારે આયુર્વેદિક પદ્ધતિની બનાવટવાળી જ દવા લેવાનો આગ્રહ રાખવો. એવા નિપુણ વૈદ્યને શોધી રાખવા કે અવસર આવે તેમની જ દવા લેવાય તો એલોપેથી દવાનો આશરો લેવો ન પડે.
એલોપેથી દવાઓ શા માટે ન લેવી ? એ પ્રશ્નના જવાબરૂપે ઘણાં કારણો ગણાવી શકાય તેમ છે :
(૧) પ્રાણીઓ ઉપર અતિ ક્રૂર અને ભયંકર રિબામણ વગેરેના અખતરાઓ કરીને જ પ્રાય: એલોપેથી દવાઓ બનતી હોય છે. આ બધા પ્રાણીઓના અંતરના ઊના ઊના નિઃસાસા લઇને તૈયાર થયેલી દવાઓ આરોગ્યને અપાવનારી કદી બની શકે નહિ.
(૨) ઇડા, માંસ, દારુ (આલ્કોહોલ) વગેરેનો ઉપયોગ પ્રાય: ઘણી ખરી
૨૭૮