________________
કરતાં પાંચ-સાત કોળિયા ઓછા ખાવા રૂપ ઊણોદરી' કરે છે...અને પંદર દિવસે ઉપવાસ કરે છે, તેને પ્રાયઃ રોગો થતા નથી.
આ ઊણોદરી તો ઉપવાસ કરતાંય અપેક્ષાએ વિશિષ્ટ તપ છે. કારણ કે ઉપવાસ રોજ નથી થઇ શકતો. પરંતુ ઊણોદરી રોજ થઇ શકે છે. ઊણોદરી કરવાથી પેટમાં પેદા થતાં વાયુ વગેરેને બહાર નીકળી જવા માટે આસાનીથી જગ્યા મળી રહે છે. તેથી વાયુ સંબંધી તકલીફો “ગેસ-ટ્રબલ થતી નથી.
ઊણોદરી તપના આચરણથી આરોગ્ય સંબંધી પાર વગરના લાભો આપણે સરળતાથી પામી શકીએ છીએ.
- જો ઉપવાસ-ઊણોદરી વગેરે તપીને આપણે જીવનમાં આચરી ન શકતા હોઇએ તો તેનું કારણ શરીરની નબળાઈ પ્રાય: હોતું જ નથી. પરંતુ તેનું મુખ્ય કારણ રસનેન્દ્રિયની આસક્તિ જ (પ્રાય:) હોય છે. આ માટે જ કોઇ તત્ત્વજ્ઞાનીએ પ્રશ્ન પૂછ્યો છે : નિતં ન ? આ જગતમાં કોણ જીવનની બાજી જીતી ગયો છે ? એનો જવાબ આપતાં જણાવ્યું છે : રસો કિ યેન ! જેણે રસ (રસનાની આસક્તિ) જીત્યો, તેણે જગત જીતી લીધું.
આજથી જ આપણે નક્કી કરી લેવું ઘટે કે જે કાંઇ ખાઇશું તે રસની આસક્તિના કારણે તો નહિ જ ખાઇએ. હા...શરીરની અશક્તિના કારણે ખાવું પડે તે જુદી વાત છે. પરંતુ રસનાની આસક્તિથી તો કદી જ નહિ ખાઇએ. તે ધ્યાનમાં રહે : બહુ ખાવાથી વધુ તંદુરસ્ત થવાય...આ માન્યતા નરી ભ્રમણા છે.
યો દિfમત મુ ત્તે વડુ મુકવત્તે ! અર્થાત્ જે પ્રમાણસર ખાય છે તે બહુ ખાય છે. આનો તાત્પર્યાથ એ છે કે જે ઘણું ખાય છે તે ઘણું ખાવાનું જે ફળ શરીરપુષ્ટિ છે તે પામી શકતો નથી. પરંતુ માપસરનું ખાનારને તેના ભોજનમાંથી વધારે પ્રમાણમાં રસ શરીરને મળે છે. પરિણામે માપસર ખાનાર શરીરને વધુ પુષ્ટ કરે છે. આથી નિશ્ચય દૃષ્ટિએ તે જ બહુ ખાય છે.
શરીરમાં જે કોઇ રોગો ઉત્પન્ન થાય છે તેનું મૂળ કારણ બહુધા રસનેન્દ્રિય ઉપરનો અ-કાબૂ જ હોય છે. આ દષ્ટિએ કહેવાયું છે કે રમૂનિ વ્યાયઃ | અર્થાત્ વ્યાધિઓ (રોગો) રસ(ખાવાની લાલસા)ના કારણે જ થાય છે તે યુક્તિ
-
૨૭૭
૨૭૭.