________________
દવાઓમાં થયેલો હોય છે.
(૩) એલોપેથી દવાઓ એક રોગ મટાડે છે. તો બીજા પ્રકારની તકલીફ ઊભી કરે છે. જે માથાનો દુ :ખાવો મટાડે પરંતુ ‘કેન્સર’ પેદા કરે એવી દવાઓ ગમે એટલી જલદી રોગ મટાડનારી હોય તો પણ તે શા કામની ?
(૪) એલોપેથી દવાઓ ખા ખા કરવાની અને એ રીતે શરીરને સારું રાખવાની જેને ટેવ પડી જાય છે પછી તે પ્રાયઃ દવા વગર જીવી શકતો નથી. (૫) શરીરની ‘ભૂખ’ વગેરે ઘણીવાર તે દવાઓ મારી નાંખે છે, પરિણામે ઘણું નુકસાન થાય છે.
(૬) નિત-નવાં ઔષધો શોધાયા જ કરે છે. નવી દવાઓ જ્યારે જયારે બજારમાં આવે છે ત્યારે ત્યારે તે જ રોગને લાગુ પડતી પૂર્વની દવાઓની ખામીઓ રજૂ કરાય છે. આવા ડોક્ટરોને કોઇ પૂછનાર નથી કે “ભાઇ ! આ તમારી દવાઓ (જેને તમે આજે ખામીવાળી જાહે૨ ક૨ો છો) ખાઇ-ખાઇને અત્યાર સુધીમાં હજારો-લાખો લોકો કાં તો અનેક રોગોથી દુ :ખી-દુ :ખી બની ગયા. અને કાં તો મૃત્યુ પામી ગયા...આના જવાબદાર કોણ ?’’
આ બધી વાતનો આશય એલોપેથી દવાની નિંદા કરવાનો છે એમ નથી. પરંતુ આનો સાર એટલો જ છે જેમ બને તેમ એલોપેથિક દવા ન જ લેવી. અને લેવી પડે તો ખૂબ ચકાસણી કરીને જ લેવી.
(૨) અતિ ખારું-ખાટું-તીખું ન ખાઓ :
ઘણા લોકો ખૂબ ખારું-ખાટું અને તીખું ખાવાના શોખીન હોય છે. સંસ્કૃતમાં એક કહેવત છે : અતિ બધે ખોટું.
વધુ પડતું તીખું-ખારું-ખાટું ખાવાથી શરીરમાં અનેક પ્રકાર રોગો ઉત્પન્ન થાય છે.
(૩) બહારનાં ખાન-પાન છોડો :
ઘરમાં જ બનાવેલી ભોજનસામગ્રી ખાવી જોઇએ. બહારના હોટલિયા ખાન-પાન શરીરને અત્યંત નુકશાન કરનારા છે. કોલા-કેમ્પા, થ્રીલ વગેરે તમામ પીણાંઓ, આઇસ્ક્રીમ, બરફ, પીપરમીંટ વગેરે તમામ પદાર્થો સંપૂર્ણ છોડી દેવા
૨૭૯