________________
અને સાંજે સૂર્યાસ્ત પહેલાં) માત્ર દૂધ લે છે અથવા ખાખરા-ખીચડી જેવો હળવો ખોરાક (તે પણ પ્રમાણોપેત) લે છે તેમનું શરીર અવશ્ય સ્વસ્થ રહે છે.
જેમ કાળે = યોગ્ય સમયે ભોજન કરવું તેમ પોતાની પ્રકૃતિને માફક આવે તેવું ભોજન કરવું, તે પણ ખૂબ મહત્ત્વની વાત છે. પોતાની પ્રકૃતિને શું અનુકૂળ છે અને શું પ્રતિકૂળ છે તેની જાણકારી પોતે ચોક્કસ મેળવી લેવી જોઇએ અને તે જ પ્રમાણે વર્તવું જોઇએ.
વાત, પિત્ત અને કફ આ ત્રણ પદાર્થો (જે પ્રત્યેક વ્યક્તિના શરીરમાં હોય જ છે.) ની સમાનતા શરીરમાં રહે તો તે આરોગ્ય કહેવાય. અને આ ત્રણ ગુણોની જ્યારે વિષમતા થાય, અર્થાત્ એક ગુણની અધિકતા અને બીજા ગુણોની ન્યૂનતા, થાય ત્યારે તેમાંથી જ રોગ પેદા થાય છે.
આયુર્વેદના નિયમ પ્રમાણે-જેને વાયુ નામનો ગુણ વિશેષ રહે છે તેવા માણસોને ઘી અને ઘીવાળા પદાર્થો વધારે માફક ગણાય છે. જેને પિત્ત નામનો ગુણ વિશેષ પ્રમાણમાં રહેતો હોય તેવા માણસોને મીઠાઇ અને મીઠાશવાળા પદાર્થો વધુ માફક ગણાય. અને કફ નામનો ગુણ જેના શરીરમાં વિશેષ રહેતો હોય તેને ખારા પદાર્થો માફક ગણાય છે.
આયુર્વેદમાં જણાવ્યું છે: “વાયુ એ મિત્ર જેવો છે, મિત્રને ઘી પીવડાવો. પિત્ત એ જમાઇ જેવો છે તેને મીઠાઈ ખવડાવો. અને કફ એ શત્રુ જેવો છે તેને ખારું ખવડાવો.”
પોતાની શારીરિક પ્રવૃતિને ઓળખીને જે તેને માફક એવો જ ખોરાક લે છે અને વળી, માફક એવો ખોરાક પણ માપસર લે છે તેને વૈદ્ય-ડોક્ટરના દરવાજા ખટખટાવવાની જરૂર રહેતી જ નથી.
હિતાહાર અને મિતાહાર એ આરોગ્યની અમૃતકુંચી છે. હિતકારી અર્થાત્ માફક એવો અને મિતકારી અર્થાત્ પ્રમાણસર એવો ખોરાક ખાનારને આંગણે આરોગ્ય ધામા નાખીને બેઠેલું રહે છે. ભાવતું અને માફક ભોજન વધુ પ્રમાણમાં ખાઇ લેવાથી તેના વિપરીત પરિણામો દીર્ઘકાળ સુધી ભોગવવાં પડતાં હોય છે.
આથી જ જ્યારે પણ વધુ પડતો આહાર લેવાઈ જાય તો બીજે દિવસે ઉપવાસ કરો. સૌથી સુંદર તો રોજ ઊણોદરી કરવી તે જ છે. જે હંમેશાં ભૂખે
છે
રિ૭૬
૨૭૬