________________
બપોરે બાર વાગે ભૂખ લાગે જ નહિ. એટલે તેઓ બે વાગે જમે. પરિણામે ફરી સાંજે ૬ વાગે ભૂખ લાગે જ નહિ. તેથી રાત્રે ૯/૧૦ વાગે જમવાનું જ તેઓને ફાવે. આ ક્રમ જ ખોટો છે.
સવારે ચા-દૂધના સમયે બિલકુલ નાસ્તો કરવો જ ન જોઇએ. અથવા અતિ અલ્પ નાસ્તો જ કરવો. જેથી બપોરે ૧૨ વાગે સારી રીતે ભૂખ લાગે અને તો સાંજે ૬ વાગે પણ ભૂખ લાગે. તેથી રાત્રિભોજનની આવશ્યકતા જ ન રહે..
ખરું ભોજન મધ્યાહન-કાળનું જ છે. સવારે સૂર્ય આકાશમાં ઊગે...પછી જેમ જેમ તે આગળ વધતો જાય...તેમ તેમ શરીરમાં રહેલો જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થતો જાય. અને બપોરે બાર-સાડાબાર વાગે મધ્યાહન સમયે સૂર્ય પૂરો વિકસિત અને તેજ થઇ ગયો હોય તે સમયે જઠરાગ્નિ પણ પૂર્ણપણે વિકસિત થઇ જાય. આથી બપોરનો મધ્યાહન-કાળ તે ભોજન માટેનો “યોગ્યકાળ' છે. - સવારના પહોરમાં ઊઠ્યા ત્યારથી કડકડતી-ફફડતી “ચાહ'પીવાની કુટેવે આર્ય-પ્રજાના આરોગ્યને ભારે ધક્કો પહોંચાડ્યો છે. ફફડતી ચાહ પીવાથી પેટનો જઠરાગ્નિ મંદ પડી જાય છે. સવારના પહોરમાં જ વિશેષ પ્રમાણમાં નાસ્તો ઝાપટવાથી પણ જઠરાગ્નિ મંદ પડી જાય છે.
અને મંદ પડેલા જઠરાગ્નિ ઉપર પાછું વધુ પ્રમાણમાં ખાવાથી જઠરની શક્તિ વિશેષ નબળી પડતી જાય છે. આમ, એક વિષચક્ર પેદા થઇ જાય છે. ભૂખ લાગે ત્યારે જ ખાવું, આવો નિયમ જો જીવનમાં અમલી બનાવાય તો શરીરને રોગરહિત દશામાં રાખવાનું કામ ઘણું સરળ બની જાય છે.
જૈન સાધુઓને રોજ એકાસણું (એક જ વાર બપોરે જમવાનો) કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. આ વિધાનનો જે સાધુઓ સારી રીતે અમલ કરે છે તેઓના જીવનમાં, તથા જે ગૃહસ્થો-શ્રાવકો પણ રોજ એકાસણું જ કરે છે તેઓના જીવનમાં પ્રાયઃ રોગો પેદા થતા જોવામાં આવતા નથી. રોગોની ઉત્પત્તિના કારણોમાં જેમ “અજીર્ણ થવા છતાં ખાવાનું ચાલુ રાખવું તે છે તેમ સવારના અને સાંજના કે રાત્રિના સમયે પેટ ભરીને ખાવાની પ્રવૃત્તિ પણ એક કારણ છે.
જે માણસો સવારે માત્ર ચાહ-દૂધ જ લે છે. અથવા અતિ અલ્પ પ્રમાણમાં નાસ્તો લે છે. બપોરે બાર-એક વાગ્યાની આસપાસ એક વાર પેટ ભરીને જમે છે