________________
કુવિચારોની ઉપશાંતિ પણ થાય છે. અને સાથે સાથે શરીરના સ્વાસ્થ્યનો અનેરો લાભ પણ પામી શકાય છે.
અજીર્ણનો મહાદુશ્મન છે ઊણોદરી તપ. જે માણસો નિયમિત ઊણોદરી કરે છે ‘ઊણોદરી એટલે ભૂખ કરતાં બે ચાર કોળિયા ઓછું જમવું. આને જૈન પરિભાષામાં ‘ઊણોદરી' તપ કહેવાય છે.' તેઓ કદી અજીર્ણનો ભોગ બનતા નથી. અને માટે જ તેમને પ્રાયઃ કોઇ રોગ સતાવતા નથી.
ધ્યાનમાં રહે : અજીર્ણમાં લીધેલું ગમે તેવું સુંદર ભોજન, અમૃતભોજન પણ તે વિષભોજન બની જાય છે. પેટ-ભરેલાને સારું ભોજન પણ વિષ રુપે પરિણમતું હોવાથી વિષભોજન જ કહેવાય ને ?
એક કવિતા યાદ આવે છે :
બળ વિનાનું લડવું, લડવા છતાં નકામું, રાંડયા પછીનું ડહાપણ, આવે તોય નકામું, જમ્યા પછીનું ભોજન, તાજું છતાં નકામું, ગળા વિનાનું ગાવું, ગાવા છતાં નકામું.
સોળમા નંબરના ‘અજીર્ણે ભોજનત્યાગ' ગુણ પછી સત્તરમા નંબરનો ગુણ છે: ‘કાળે સાત્મ્ય ભોજન' આનો અર્થ છે ઃ યોગ્ય કાલે સાત્મ્ય=માફક ભોજન કરવું.
ભોજન માટે યોગ્ય કાળ ક્યો ? જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે, તે ભોજન માટેનો યોગ્ય-કાળ ગણાય.
અહીં પ્રશ્ન થાય કે ઃ વર્તમાન જમાનામાં તો નેવું ટકા લોકોને આખો દિવસ કામ કરીને ઘરે આવે ત્યારે જ કકડીને ભૂખ લાગે છે. તો શું રાત્રે ખાવું તે ભોજન માટેનો ‘યોગ્ય-કાળ' ગણી શકાય ?
આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ ‘ના’માં આપવો પડે. એનું કારણ એ છે કે પહેલેથી ગાડીને ઊલટી રીતે ચલાવવાનું શરુ કરી દીધું હોય એટલે બધો ક્રમ ઊલટો જ ચાલ્યા કરે. અવળે પાટે ચઢેલી ગાડીને પહેલાં તો સવળે પાટે ચઢાવવી
પડે.
ઘણા માણસો સવારના આઠ-નવ વાગે ફુલ નાસ્તો કરે...પછી તેમને
૨૭૪