________________
કરી મૂકે છે. પરિણામે રોગોને નિમંત્રણ મળી જાય છે. હૃદયરોગના વિશેષજ્ઞો કહે છે કે, સામ્પત જીવનશૈલી સુધારવી જોઇએ.
આજે માનસિક અસંતુલન, ચંચળતા અને નકારાત્મક દૃષ્ટિકોણ વ્યાપક બન્યાં છે. તેથી માનસિક રોગોનું પ્રમાણ વધી ગયું છે. મનોચિકિત્સકો કહે છે કે, માનસિક સ્વાસ્થયની માવજત માટે સામ્પ્રત જીવનશૈલીમાં પરિવર્તન આણવું અનિવાર્ય છે.
હિંસા, આતંક, પારિવારિક સંઘર્ષ, ક્લેશ, છૂટાછેડા, દહેજ સાથે સંકળાયેલી હિંસા, ભૃણહત્યા ઇત્યાદિ અમાનુષી સમસ્યાઓ વધતી જાય છે. ધર્મતત્ત્વવેત્તાઓ કહે છે કે, આ તમામ ધર્મશૂન્ય જીવનશૈલીનાં પરિણામ છે. તેથી સામ્પ્રત જીવનશૈલી સુધારવી જોઇએ.
અનેક વિભિન્ન ક્ષેત્રોનો એક જ સૂર છે કે જીવનશૈલી સુધારવી જોઇએ.
જૈન જીવનશૈલીનાં સૂત્રો શારીરિક-માનસિક સ્વાથ્ય માટે અનુપમ, પરિવર્તન માટે ઉપયોગી તેમજ ધર્મની ચેતના જગાડનારાં છે.
શરીર, શ્વાસ, ઇન્દ્રિય, પ્રાણ, મન, ભાવ અને ચેતનાનો સમન્વય એટલે જીવન. જીવનની એ જ શૈલી ઉત્કૃષ્ટ હોઈ શકે છે, જેમાં શરીરને સ્વસ્થ, શ્વાસને લયબદ્ધ, ઇન્દ્રિયોને સંયમિત, પ્રાણને ગતિમાન, મનની એકાગ્ર ભાવને વિશુદ્ધ અને ચેતનાને નિરાવરણ થવાની તક મળે.
1 • સવારથી સાંજ સુધી માત્ર વ્યાપાર સૂઝે છે.
• રોડપર, ઓટલા પર અને ગલ્લા પર કલાકોના કલાકો ફોગટના || ગપ્પા મારો છો. : ટી.વી. અને ચેનલોમાં કલાકોના કલાકો વેડફાય છે... ‘ટાઇમ 1. પાસ થાય છે. માત્ર ધર્મ અને ધર્મક્રિયા માટે ટાઇમ Adjust i 1 થતો નથી...હા...કેવી દશા...?
૨૫૯