________________
‘હે રાજન્ ! રાજગૃહી નગરીમાં મેં કરેલી તમામ ચોરીઓ દ્વારા એકઠો કરેલો તમામ માલ હું આપને સમર્પિત કરી દેવા માગું છું. આપ આપના કોઇ માણસને મારી સાથે મોકલો...જેથી એ તમામ મિલકત હું તમને અર્પણ કરીને સંયમ લઇ શકું અને મારા આ માનવ-જન્મને સફળ કરું.’’
ત્યાર બાદ રોહિણેયની સાથે ખુદ અભયકુમાર ગયા. તેણે તમામ ધનસંપત્તિ અભયકુમારને સમર્પી દીધા અને અભયકુમારે તે ધન જેમનું જેમનું હતું તેને પાછું આપી દીધું.
ત્યાર બાદ ખુદ શ્રેણિક મહારાજાએ રોહિણેયનો ભવ્ય દીક્ષા-મહોત્સવ ઊજવ્યો અને રોહિણેયે પ્રભુ વીરનાં પાવન-ચરણોમાં ચારિત્ર સ્વીકાર્યું.
ચારિત્ર લીધા બાદ છ-છ મહિના સુધીના ઉપવાસ પણ રોહિણેય મુનિએ કર્યા. તપસ્યાથી દેહને કૃશ કરી નાંખીને ભાવ-સંલેખના કરી પ્રભુની આજ્ઞાપૂર્વક મુનિવર શ્રી રોહિણેયે અનશન કર્યું અને તેઓ મૃત્યુ પામીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. રોહિણેય જેવા મહામાયાવી અને મહાબદમાશ ચોરના જીવનનું આમૂલચૂલ પરિવર્તન કરી નાખનારી હતીઃ જિનવાણી.
ચોર જેવા ચોરને ચોર મટાડીને મહામુનિ બનાવનાર...તિરસ્કારણીયને વંદનીય વિભૂતિમાં રુપાતંરિત કરી નાંખનાર...હતી : જિનવાણી.
આવી ઉત્તમ ધર્મવાણીના મહાન મહિમાને સમજાવનારું અને તેથી જ ધર્મવાણીનું નિરંતર શ્રવણ ક૨વાનો આપણને પ્રેમસંદેશ કાનમાં સંભળાવી જનારું આવું અનુપમ-દ્રષ્ટાંત બીજું ક્યું મળે !
આર્યુવેદનો ઉદ્દેશ રોગની ચિકિત્સા કરવા પૂરતો જ માત્ર નથી, પરંતુ રોગ થાય જ નહિ તેવી પરિસ્થિતના નિર્માણનો પણ છે. આયુર્વેદે પણ રોગની પ્રતિરોધાત્મક વ્યવસ્થા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અનેક ચિકિત્સાપદ્ધતિઓ, અનેક ઔષધિઓનું વૈવિધ્ય હોવા છતાં રોગો સતત વધતા જ જાય છે. ખૂબ ચિંતન અને અનુસંધાનનો સારાંશ એ મળ્યો કે સામ્પ્રત જીવનશૈલી બરાબર નથી.
વર્તમાન જીવનશૈલીનાં મુખ્ય તત્ત્વો છેઃ સ્પર્ધા, ૨ઘવાટ, અધીરાઇ, અસહિષ્ણુતા અને અસંયમ. આ તત્ત્વો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવને અસંતુલિત
૨૫૮