________________
અને મહાન ધર્માત્મા પુત્રને મેળવી શક્યા. આ પેથડમંત્રીએ પણ સદ્ગુરુના સત્સંગના પ્રભાવે બત્રીસ વર્ષની ભરજુવાનીમાં સજોડે ચતુર્થવત્ જીવનભરનું સ્વીકાર્યું હતું.
નાનકડો પણ દેદાશાહનો આ પ્રસંગ આપણને એક સાથે ઘણા બધા સૂચક સંદેશ સંભળાવી જાય છે. તેને સાંભળવાનો પ્રયત્ન કરીશું તો આપણને ધર્મશ્રવણની જીવનમાં અનિવાર્ય જરૂરિયાત સમજાયા વગર નહિ રહે.
ધર્મ-શ્રવણની વાત તાકાત ખરેખર અનુપમ છે. દીર્ઘકાળ સુધી કરાતા ધર્મશ્રવણની વાત તો દૂર રહી ! પરંતુ ધર્મવાણીના અલ્પ-શબ્દો સાંભળવા માત્રથી જે કલ્યાણને પામી ગયા એવા રોહિણય ચોરનું દ્રષ્ટાંત શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે અંકિત છે.
રાજગૃહી નામનું નગર. તેનો રાજા શ્રેણિક અનેક રાજાઓનો પણ મહારાજા હતો. અભયકુમાર રાજા શ્રેણિકનો પુત્ર અને પ્રધાનમંત્રી ! બુદ્ધિમાં વિચક્ષણ ! પ્રતિભામાં અજોડ અને પરાક્રમમાં પ્રતાપી ! - એ જ રાજગૃહી નજદિક આવેલી વૈભારગિરિ નામની ગુફામાં લોહખુર નામનો ચોર રહેતો હતો. ભયંકર ઉપદ્રવી અને ભારે ચાલાક આ ચોરથી રાજગૃહીના લોકો ત્રાસી ગયા હતા. લોહખુરને રોહિણી નામની પત્ની દ્વારા એક પુત્ર થયેલ. નામ એનું રોહિણેય.
- લોહખુર મરવા પડ્યો ત્યારે તેણે પોતાના પુત્ર રોહિણેયને પાસે બોલાવીને કહ્યું “બેટા ! તું મારી એક આજ્ઞા માનીશ ?”
રોહિણેય કહે: “પિતાજી આપને શું સંદેહ છે ? હું આપની આજ્ઞા ન માનું તે કેમ બને ?”
' લોહખુર કહે: “તો...સાંભળ ! જેનોના ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામીની વાણી કદી તું સાંભળીશ નહિ. આ સિવાય તારે જે કરવું હોય તે કરજે અને જેમ વર્તવું હોય તેમ વર્તજે..”
કેવી ભયંકર આજ્ઞા ! પિતા જેવા પિતા આવી આજ્ઞા આપે ત્યારે શું કરવું ? પિતાની આજ્ઞા જરુર માનવી જોઇએ...પરંતુ ધર્મશાસ્ત્રની આજ્ઞા-વિરુદ્ધ એવી પિતાની આજ્ઞા કદી ન મનાય...જેનાથી આત્માનું અહિત થાય...અકલ્યાણ
૨પર