________________
અને..એ જ દિવસથી દેદાશાહ અને તેમનાં ધર્મપત્નીએ જીવનભરના બ્રહ્મચર્યનું વ્રત સ્વીકારી લીધું.
આ પ્રસંગ આપણને એક સાથે ઘણા બધા સંદેશ કાનમાં કહી જાય છે. ૧) આ આખાય અદભુત પ્રસંગ-નિર્માણનું મૂળ જો કોઈ હોય તો તે મહિમા છે
ધર્મશ્રવણનો ! ધર્મશ્રવણના પ્રતાપે જ જુવાન વયમાં જ દેદાશાહ બ્રહ્મચર્ય
પાલનના સ્વામી બન્યા. ૨) શ્રોતા બનો તો દેદાશાહ જેવા બનો. માત્ર ધર્મનું શ્રવણ જ પર્યાપ્ત નથી.
શ્રવણની સાથે સાથે...બુદ્ધિના આઠ ગુણ-વિવેચનમાં વર્ણવાયેલા ગ્રહણધારણ અર્થવિજ્ઞાન વગેરે પણ હોવાં જોઇએ. સાંભળીને તેને મનમાં ગ્રહણ કરો. તેનું ધારણ (બરાબર પકડી રાખવું)
કરો.
૩) ધર્મનું શ્રવણ...ગ્રહણ વગેરે કર્યા પછી દેદાશાહે જેમ ઘરે જઇને ધર્મપત્ની
સાથે તેની ચર્ચા કરી...વિચાર-વિમર્શ કર્યો તે રીતે પ્રવચન સાંભળ્યા બાદ કુટુંબીજનો સાથે બેસીને તત્ત્વચર્ચા કરો. આમ કરવાથી જે કુટુંબીજનો કોઇ કામકાજ વગેરેના કારણે પ્રવચન ન સાંભળેલું હશે તેમના મનમાં પણ તે તે પદાર્થોનું વિશ્લેષણ થવાથી તે પદાર્થો દઢીભૂત થશે. તેના મનમાં સારા
સંસ્કારો જામશે. ૪) જે કાંઇ પ્રવચનમાં તમે સાંભળો તેમાંથી પ્રત્યેક પ્રસંગ કે પદાર્થમાંથી કોઇક
નવો તાર' (નવો અર્થ) શોધવાનો પ્રયત્ન કરો. ત્રિશલાદેવી સિદ્ધાર્થરાજાના શયનખંડમાં સ્વપ્નોનું ફળ પૂછવા ગયા. આ પ્રસંગમાંથી તેમનો ભિન્ન ભિન્ન શયનખંડમાં સૂવા અંગેનો અને તે દ્વારા તેમની બ્રહ્મચર્ય પ્રત્યેની સાહજિકતાનો તાર ખેંચવાની દેદાશાહની પોતાની કળા
હતી. શ્રોતા તરીકે આવી સુંદર કળા પ્રાપ્ત કરવી જોઇએ. ૫) ધર્મ-શ્રવણ કર્યા બાદ તેને દેદાશાહની જેમ જીવનમાં પામવા પ્રયત્નશીલ
બનો. ૬) દેદાશાહ અને તેમનાં ધર્મપત્નીનું જીવન શીલની સુવાસથી અત્યંત સુરભિત
હતું. અને એના જ પ્રભાવે તેઓ પેથડમંત્રી જેવા મહાન જિનશાસન-પ્રભાવક
.
૨૫૧