SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તેવી માતા-પિતાની આજ્ઞા ન માનવામાં જ શ્રેય છે. પરંતુ રોહિણેય હજી આ વાત સમજી શક્યો ન હતો. તેથી જ તેણે પિતાની તે આજ્ઞાનો સ્વીકાર કરી લીધો... લોહખુરના મૃત્યુ બાદ ચોરી કરવાનો ધંધો રોહિણેયે બરાબર સંભાળી લીધો. રોહિણેય તો લોહખુર કરતાં ય સવાયો પાક્યો ઃ ચોરી દ્વારા તેણે અઢળક સંપત્તિ કમાઇ લીધી. એક દિવસ અનેક ગામ-નગરોને પાવન કરતાં તીર્થંકર પરમાત્મા મહાવીર રાજગૃહી નગરીમાં સમવસર્યા. પ્રભુ વીરે દેવ નિર્મિત સમવસરણમાં વિરાજમાન બનીને માલકૌંસ-રાગમાં મધુર વાણી વહાવવા માંડી. બરાબર આ જ સમયે રોહિણેય રાજગૃહી તરફ ચોરી કરવા નીકળ્યો. રસ્તામાં જ સમવસરણ આવ્યું. તેમાં પ્રભુ વીરની દેશના ચાલતી હતી. તેને ખ્યાલ આવી ગયો કે તે તો ચોવીશમા તીર્થંકર પ્રભુ મહાવીર છે...સાથે સાથે ‘પ્રભુ વીરની દેશના ન સાંભળવાની' પિતૃ-આજ્ઞા પણ યાદ આવી. • આ રસ્તે જતાં ભગવાન મહાવીરની વાણી અવશ્ય સંભળાઇ જાય...તેમ હતું આથી, તેણે પોતાના બન્ને કાનોમાં આંગળા નાખીને ચાલવા માંડ્યું. રોજનો આ ક્રમ બની ગયો..રોહિણેયનો ! રોજ તે આ જ રસ્તે જતો...પણ વીરની વાણી સંભળાઇ ન જાય એટલે રોજ કાનમાં આંગળાં નાંખીને જતો. એક દિવસની વાત છે. રોહિોય જેવો સમવસરણની પાસે પહોંચ્યો કે તરત તેણે કાનમાં આંગળાં તો નાંખ્યાં પણ બરાબર આ જ સમયે તેને પગમાં કાંટો વાગ્યો. કાંટો એવો જોરદાર વાગેલો કે હવે તેનાથી કાંટો કાઢયા વગર ચાલી શકાય તેમ ન હતું. તેણે કાંટો કાઢવા પોતાના કાનમાંથી આંગળાં કાઢી લીધાં. અને તે નીચે બેસીને કાંટો કાઢવા લાગ્યો. બરાબર આ જ સમયે પ્રભુની વાણી વહી રહી હતી. વાત ચાલતી હતી દેવોની...પ્રભુ કહી રહ્યા હતા : ‘દેવો જમીનને પગથી સ્પર્યા વગર ચાર આંગળ અદ્ધર ચાલતા હોય છે. તેમની આંખો પટપટ થતી નથી. સદા સ્થિર રહે છે. તેમના ગળામાં રહેલી પુષ્પ-માળા કદી કરમાતી નથી. તેમને શરીરે પરસેવો-મેલ વગેરે ગંદકી થતી નથી.’’ ૨૫૩
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy