________________
ભાઇચંદભાઇએ ફરીથી કોશિશ કરવાનું જણાવીને મુસ્લિમભાઇઓને વિદાય કર્યા. તેઓ ફરીથી ચુનીભાઈના ઘરે આવ્યા. પરંતુ ચુનીલાલ કોઇ પણ હિસાબે એ નંગો પોતાની પાસે હોવાનો સ્વીકાર કરતા નથી. આથી કંટાળીને ભાઇચંદ ચુનીલાલના ઘરેથી સીધા પેલા મુસ્લિમભાઇઓના ઘરે આવે છે, અને કહે છે “ભાઇઓ ! ચુનીલાલ કોઇપણ હિસાબે માનવા તૈયાર જ નથી. હવે તમે જ કહો. હું શું કરું? તમે જે કિંમત નક્કી કરો તે હું આપી દેવા તૈયાર છું.” - ત્યારે પેલા મુસ્લિમભાઇઓ મૂળ નંગ જ પાછાં મેળવવાનો આગ્રહ કરે છે. આ બધી રકઝક પાછળના રૂમમાં બેઠેલા આ મુસ્લિમપુત્રોના પિતા અલીહુસેન સાંભળી રહ્યા હતા. તસબી ફેરવતાં ખુદાનું નામ લેતાં લેતાં તેઓ બહાર આવ્યા.
તેમણે કહ્યું “જુઓ, મેં તમારા બંનેની વાત અંદર બેઠાં બેઠાં સાંભળી છે. મને ભાઇચંદ ઉપર-તેની નીતિમત્તા ઉપર પૂરો વિશ્વાસ છે.”
ભાઇચંદ ! તમે એક કામ કરો. ચુનીલાલને અહીં લઈ આવો. હું તમારો લવાદ બનીશ. અને હું જે ફેંસલો આપું તે તમે સ્વીકાર.'
ભાઇચંદભાઇને તો આ વાત માન્ય જ હતી. તેઓ બીજે દિવસે ચુનીલાલને લઇને અલીહુસેનના ઘરે આવ્યા.
બધા બેઠા. અલીહુસેને પૂછ્યું “ચુનીલાલજી ! તમે ઘણા પ્રામાણિક ઝવેરી છો. સાચું કહો. તમને ભાઇચંદે આપેલી ડબ્બીમાં તમે ખરીદેલાં ચાર નંગો ઉપરાંત બીજાં ચાર નંગો હતાં ખરાં કે નહિ ?”
ત્યારે એકદમ ચુનીલાલ બોલી ઉઠયા “નહિ...નહિ...ચાચા. મેં ખરીદેલાં નંગ સિવાય બીજો કોઇ નંગ તેમાં હતાં જ નહિ. આ વાત હું મારા દીકરાના સોગંદ ખાઇને કહું છું. ભાઇચંદની વાત સાવ જૂઠ્ઠી છે.”
અલીહુસેન કહે: “અરર....ચુનીલાલ ! આ તમે શું કર્યું ! આટલી નાની વાતમાં તમે તમારા દીકરાના સોગંદ ખાઇ લીધા ? આ અલ્લાહ આ ખુદા !”
પછી અલીહુસેને ફેંસલો આપ્યો કે ભાઇચંદે તે ચાર નંગોની જે મૂળ કિંમત હતી તેટલી પોતાના મુસ્લિમ-પુત્રોને આપી દેવી.
૪
૧૮