________________
ભાઇચંદે અલીચાચાનો હુકમ માથે ચડાવ્યો.
આ બાજુ ચાર નંગને ખાતર પોતાના ચોવીશ વર્ષના પોતાના જુવાનજોધ દીકરાના જૂઠા સોગંદ ખાનાર ચુનીલાલનો પુત્ર એ જ રાત્રે બીમાર પડ્યો, જેના હજી એક જ મહિના પહેલા લગ્ન થયાં હતાં.
રાત્રે તાવ વધતો જ ચાલ્યો. અને સવારના પહોરમાં એ જુવાન દીકરાના રામ રમી ગયા. એકનો એક જુવાન પુત્ર, ચાર નંગોને મેળવવાની ખાતર ચુનીલાલે ગુમાવી દીધો. .
ચુનીલાલને પુત્ર-મૃત્યુનો આઘાત અસહ્ય થઈ ગયો. તેને પોતાના પાપનું ફળ પ્રત્યક્ષ જોવા મળી ગયું. બીજે જ દિવસે સવારે પેલાં ચાર નંગો લઇને ભાઇચંદભાઇની પાસે તે આવી પહોંચ્યો. અને કહે: “ભાઈચંદભાઇ ! હું તમારો ભયંકર અપરાધી છું. મને મારાં પાપોની સજા મળી ગઈ છે. હવે વધારે સજા ભોગવવાની મારી તૈયારી નથી. લો, તમારા આ ચાર નંગો લઇ લો. અને મારા ઉપર મહેરબાની કરો.' . કેવી કરુણ ઘટના !
અનીતિ દ્વારા ધન મેળવી લેવાની પાપી મનોવૃત્તિનો કેવો ભયંકર અંજામ ! અદાલતના ત્રણ મુકદમાં :
આ પરિસ્થિતિનું કારણ કોણ છે ? એક ભયંકર ભ્રમણા“જેટલા વધુ પૈસા હશે તેટલા વધુ સુખી થવાશે.”
બસ...આ ભયંકર ભ્રમણાના વમળમાં લગભગ સારોય સમાજ...લગભગ સારીયે દુનિયાના માણસો...ફસાયા છે.
એક અદાલતમાં ત્રણ કેસ હાથ ધરવામાં આવ્યા હતા. અને ફેંસલો પણ ન્યાયાધીશે તરત જ આપી દીધો હતો.
પહેલો મુકદ્દમો: (૧) ફરિયાદી કહે “સાહેબ ! મારી પરણેતરને આ માણસ ભગાડી ગયો છે.”
જજ કહે “તેની નુકસાની પેટે તું શું ઇચ્છે છે ?' ફરિયાદી કહે “સાહેબ પચાસ હજાર રૂપિયા.”
૧૯