________________
પરંતુ જો કોઇ મુનિ બીમાર ન જ પડે તો તો તે ઘણું જ ઉત્તમ કહેવાય.’’ આ પ્રતિજ્ઞાનું હાર્દ છે તે સૂક્ષ્મ બુદ્ધિનો સ્વામી હોય તો જ સમજી શકે.
ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી જણાય :
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો તે શ્લોક અહીં યાદ આવે છે :
सूक्ष्मबुध्या सदा ज्ञेयो, धर्मो धर्माथिबिर्नरैः ।
अन्यथा धर्मबुद्धिश्च तद्विघाताय जायते ।।
.
અર્થ ધર્મના અર્થી માનવોએ ધર્મને હંમેશાં સૂક્ષ્મબુદ્ધિથી જાણવો-સમજવો અને આરાધવો જોઇએ. જો ધર્મનો મર્મ સૂક્ષ્મબુદ્ધિથી સમજવા/આરાધવામાં નહિ આવે તો ધર્મની બુદ્ધિ જ કદાચ ધર્મનો નાશ કરનારી બની જાય. તે સુસંભવિત છે. જેની બુદ્ધિ સૂક્ષ્મ છે...વસ્તુના હાર્દને સ્પર્શી શકે છે...તેવી કેટલાંય દૃષ્ટાંતો આ જગતમાં જોવા મળે છે. એક દૃષ્ટાંત યાદ આવે છે. અતિબુદ્ધિશાળી વેપારીનું દૃષ્ટાંત :
એક નગરમાં એક વેપારી હતો. તે ધીરધારનો ધંધો કરતો હતો. જ્યારે જ્યારે તે કોઇ પણ રકમ ઘરાકને ધીરતો ત્યારે એક વિચિત્ર પ્રકારની શરત કરતો. એ કહેતો : ‘જ્યારે આપણા નગરનો રાજા મૃત્યુ પામી જાય ત્યારે તમારે આ રકમ મને પરત કરવાની છે.''
અનેક લોકો આ વેપારી પાસેથી રકમ લઇ જતાં...આમ કરતાં કરતાં આ વાત વહેતી વહેતી રાજાના કાને ગઇ. તેણે સૈનિકોને હુકમ કર્યો કે “અબઘડી તે વેપારીને મારી સમક્ષ હાજર કરો.''
થોડીક જ વારમાં સૈનિકો પેલા વેપારીને પકડી લાવ્યા અને રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ પૂછ્યું ‘‘કેમ ભાઇ ! તું મારા મૃત્યુનો પ્રચાર કરી રહ્યો છે ? સીધી સાદી વાત છે કે તને તારી ૨કમ જલદી પાછી મેળવવાની ઇચ્છા હોય જ. આથી હું જેમ વહેલો મરી જાઉં તેમ તું ઇચ્છે ને ? કારણ કે તારી શરત છે કે નગરનો રાજા મૃત્યુ પામે ત્યારે તારે તે રકમ પાછી લેવાની...બરાબર ને ?'
રાજાના રોષની સામે પણ તે વેપારી મુંઝાયો નહિ. કારણ કે તે વિચક્ષણ
૨૩૮