________________
હતો. ધારદાર બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું “રાજન્ ! આપની ગેરસમજ થાય છે. આપ જે સમજો છો એનાથી તો વાત સાવ ઊંધી જ છે. હું તો આપના મૃત્યુને નહિ, પણ દીર્ઘ આયુષ્યને ઇચ્છું છું. અને હું જે શરત કરું છું તેનાથી તો આપના દીર્ધાયુષ્યની સહુ કોઈ પ્રાર્થના કરે છે...”
રાજા કહે : “એ શી રીતે ? હું કાંઇ સમજ્યો નહિ, તું વિગતવાર વાત કર. તો મને ખબર પડે.”
વેપારી કહે: “વાત સાવ સીધી છે. હું શરત કરું છું કે આપણા નગરનો રાજા મૃત્યુ પામે ત્યારે તમારે રકમ પરત કરવી. આથી તમામ લેણદારો એ જ ઇચ્છે કે અમારે જલદી રકમ આપવી ના પડે. આથી તે સહુ રોજ પ્રભુને પ્રાર્થના કરે છે કે “અમારા રાજા જલદી મૃત્યુ ન પામો. પ્રભુ ! એને ખૂબ દીર્ધાયુષ્ય મળો.” આ રીતે અનેક લોકો આપના દીર્ઘ-આયુષ્યની પ્રાર્થના કરે છે. હવે આપ જ મને કહો કે હું તેમાં શું ખોટું કરી રહ્યો છું.”
રાજા તો વેપારીની આવી વાત સાંભળીને ખૂબ ચકિત થઈ ગયો. પ્રસન્ન થઇને એણે વેપારીને ઇનામ આપ્યું. .
બુદ્ધિની સૂક્ષ્મતાથી અપાયેલો જવાબ કેવો હર્ષપ્રેરક હોય છે અને બુદ્ધિની સ્થૂળતાથી અપાયેલ જવાબ કેવો ખેદજનક હોય છે તેનું એક સરસ દૃષ્ટાંત છે. ધૂળબુદ્ધિ અને સૂક્ષ્મબુદ્ધિ : જોષી-રાજાનું દષ્ટાંત
એક નગરના રાજાની પાસે એક પ્રખર જ્યોતિષી આવ્યો. જ્યોતિષ શાસ્ત્રના અનેક ગ્રન્થોનું તેણે તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું હોવાનો તેનો દાવો હતો.
રાજાને પોતાનું આયુષ્ય કેટલું છે? તે જાણવાની ઉત્કંઠા હતી. તેથી તેણે તે પ્રખર જોષી મહારાજને સવાલ કર્યો: “બોલો ! જોષીરાજ ! મારું આયુષ્ય કેટલું છે ?”
જોષી મહારાજે તો રાશિઓ ગણવા માંડી: મીન, મેષ અને કુંભ..પાકી ગણતરી કરીને જોષી મહારાજે જ્યારે કહેવા માંડ્યું ત્યારે તે સાંભળવા રાજાના અને ભરસભાના કાન ચોકન્ના થઈ ગયા.
જોષી મહારાજે ફરમાવ્યું “રાજન્ ! દુઃખ ન લગાડશો પરંતુ આપનું આયુષ્ય હવે માત્ર સાત જ દિવસનું છે...”
અને સભામાં સન્નાટો છવાઈ ગયો. રાજાને તો એ જોષી જ સાક્ષાત્