________________
વિરુદ્ધ બોલનારને પણ “ગાંડો’ ગણાવાઇ રહ્યો છે.
સમ્યગુશાસ્ત્રોથી સંસ્કારિત નહિ થયેલી બુદ્ધિ સમ્યગૂ હોતી નથી. અને આવી અસમ્યમ્ બુદ્ધિના સ્વામીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ પ્રાયઃ વિકૃતિને વધારનારી અને સંસ્કૃતિને સંહારનારી જ હોય તેમાં કાંઈ નવાઈ નથી. સબુદ્ધિ અને દુર્બુદ્ધિ :
જે બુદ્ધિનો ઝોક આત્મ-લક્ષી હોય, જે બુદ્ધિનો પ્રવાહ સંસ્કૃતિના મૂળિયાઓને પુષ્ટ કરનારો હોય તે બુદ્ધિ સદ્ગદ્ધિ કહેવાય.
અને જે બુદ્ધિનો ઝોક ઇન્દ્રિયોની વાસના-લક્ષી હોય, જે બુદ્ધિનો પ્રવાહ વિકૃતિને પોષનારો અને સાંસ્કૃતિક મર્યાદા લોપનારો હોય તે બુદ્ધિને દુર્બુદ્ધિ કહેવાય. - બુદ્ધિમાં જેમ સમ્યગપણું (સારાપણું) હોવું જરૂરી છે તેમ બુદ્ધિમાં સૂક્ષ્મતા (પારદર્શકતા) હોવી પણ અત્યંત આવશ્યક છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ અષ્ટક-પ્રકરણમાં આ વાત સરસ રીતે સમજાવી છે. સ્થૂલ બુદ્ધિ છોડો સૂક્ષ્મબુદ્ધિ સ્વીકારો :
જીવનનો વિકાસ સાધવા માટે, મુક્તિના માર્ગમાં આગેકદમ બઢાવવા માટે સ્કૂલ-બુદ્ધિને છોડવી પડશે અને સૂક્ષ્મ-બુદ્ધિને સ્વીકારવી પડશે. બુદ્ધિમાં જડતા અને વક્રતા એ જીવન-વિકાસમાં ભારે અવરોધક છે.
શાસ્ત્રમાં એક મુનિવરનું દૃષ્ટાંત આવે છે. તે મુનિવરને એક પ્રતિજ્ઞા હતી કે, “મારે રોજ કોઇ પણ એક માંદા મુનિવરની સેવા-ભક્તિ કરવી.”
એક વખત એવું બન્યું કે પોતાના આખા સમુદાયમાં કોઈ મુનિ બીમાર જ ન પડ્યા. તેથી ઉપરોક્ત પ્રતિજ્ઞાના ધારક મુનિના મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો કે “અરરર ! આજે કોઇ મુનિ બીમાર નથી પડ્યા, તેથી મને મુનિ સેવાનો લાભ નહિ મળે. તો પછી મારી પ્રતિજ્ઞાનું શું થશે ? જો કોઈ મુનિ બીમાર પડી જાય તો ઘણું સારું. જેથી મારી પ્રતિજ્ઞાનો ભંગ ન થાય.”
આ પ્રકારનો વિચાર મુનિની જડ બુદ્ધિની નીપજ છે. જો કોઇ મુનિ બીમાર પડી જાય તો મારે તેની સેવા કરવી. સેવામાં ઊણપ કે આળસ ન કરવી.
૨૩૭