SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ દોરડામાં સર્પ હોવાનો નિશ્ચિત વિચાર' છે. પણ તે ખોટો છે માટે તે ભ્રમરુપ છે. હવે જ્યારે લાઇટનો પ્રકાશ ક૨વામાં આવે છે કે તરત જ ‘આ દોરડું હશે કે સર્પ ?' એવો સંશય...અને ‘આ સર્પ જ છે. એવો ભ્રમ...બધું નાશ પામે છે. એ જ રીતે ઉહા અને અપોહ રુપી લાઇટનો પ્રકાશ જ્યારે અંતરમાં રેલાય છે ત્યારે ભ્રમ...સંશય...બધું નષ્ટ થઇ જાય છે અને અર્થવિજ્ઞાન રુપી નિશ્ચયાત્મક સત્ય-જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૮) તત્ત્વજ્ઞાન : અર્થવિજ્ઞાન દ્વારા જે નિર્ણયાત્મક અગર નિશ્ચયાત્મક બોધ થયો...તેનાથી મારું ક્યું તત્ત્વ સિદ્ધ થયું ? આ અર્થવિજ્ઞાનથી મારા આત્માને શો લાભ ? આ અર્થવિજ્ઞાનને ઉહા-અપોહ દ્વારા સિદ્ધ કરીને મારે મારું આત્મહિત શી રીતે સાધવું ? વગેરે બાબતનો વિચા૨ ક૨વો અને આત્મહિતક૨ ચિંતનનો સાર પામવો એ ‘તત્ત્વજ્ઞાન' છે. તર્ક-Łષ્ટાંત અને દલીલો દ્વારા જે અર્થનિશ્ચય (અર્થવિજ્ઞાન) મેળવ્યો તેના થકી આત્મોપયોગી બાબતને પામવાનો પ્રકાશ પ્રાપ્ત કરવો તે તત્ત્વજ્ઞાન છે. જે અર્થવિજ્ઞાન માત્ર નિશ્ચયાત્મક જ્ઞાન કરાવીને અટકી જાય...પરંતુ તત્ત્વજ્ઞાન સુધી ન લઇ જાય...અર્થાત્ આત્માને હિતકારી શું અને અહિતકારી શું, એનો વિવેક ન કરાવે, તે અર્થવિજ્ઞાન વાસ્તવમાં આવકાર્ય નથી. તત્ત્વજ્ઞાન દ્વારા હેયનું હેય (છોડવા લાયક) તરીકે અને ઉપાદેયનું ઉપાદેય (આદરવા લાયક) તરીકે જ્ઞાન થાય છે...સારરુપ તત્ત્વનું ગ્રહણ કરાવે અને અસાર રુપ અતત્ત્વનો ત્યાગ કરાવે તેનું જ નામ તત્ત્વજ્ઞાન. બુદ્ધિના આઠ ગુણો ચિત્તસમાધિ આપનારા : બુદ્ધિના આ આઠ ગુણો આત્માની ઉજ્જવળતાને સાધી આપનારા છે. બુદ્ધિને વિશુદ્ધ અને વિમલ બનાવનારા છે. જેને માનવ-જીવનનું સાફલ્ય અને સાર્થક્ય પામવું હશે તેણે બુદ્ધિના આ આઠ ગુણોને પામે જ છૂટકો છે. આનાથી ઊલટું બુદ્ધિના આ આઠ ગુણોને જે વાસ્તવિક રીતે પામી-મેળવી નહિ શકે તેને માટે માનવજીવનને સફળ ક૨વાનું અતિ મુશ્કેલ બની જશે. બુદ્ધિના આ આઠ ગુણોનો ધારક દુ:ખના કાળમાં પણ અપૂર્વ ચિત્તસમાધિને પામી શકે છે. સંસ્કારિત થયેલી એની બુદ્ધિ એને વિષમ જીવન-સ્થિતિમાં | ૨૩૪
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy