________________
દા.ત. જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે...આ વાત સાંભળી તેનું ગ્રહણ અને ધારણ પણ કર્યું. હવે જ્યારે ધુમાડો જોવામાં આવે ત્યાં, ‘અહીં ધુમાડો છે તેથી નક્કી અગ્નિ હોવો જોઇએ.' આ પ્રકારની વિધાનતરફી વિચારણાને મનમાં ગોઠવવી. આવો જે તર્ક તે ‘ઉહા' કહેવાય.
અને સાંભળીને ધારણ કરેલા પદાર્થની ઉપસ્થિતિ અથવા સમાનતા જ્યાં જ્યાં ન દેખાય ત્યાં ત્યાં તે તે પદાર્થ જોવામાં નથી આવતો એમ ઘટાવીને તે પદાર્થન નિષેધમુખી વિચારણાથી દૃઢ કરવો આ ‘અપોહ' કહેવાય.
દા. ત. જ્યાં જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ત્યાં ધુમાડો પણ નથી હોતો...આ વાત સાંભળી તેનું મનમાં ગ્રહણ અને ધારણ પણ કર્યું. હવે જ્યારે અમુક જગ્યાએ અગ્નિ જોવામાં નથી આવતો ત્યાં ત્યાં, ધુમાડો પણ નથી જ, આ રીતે નિષેધતરફી વિચારણાને મનમાં ગોઠવવી, આવો જે તર્ક તે ‘અપોહ' કહેવાય.
સાંભળેલા તત્ત્વનું ગ્રહણ-ધારણ કરી લીધા બાદ તેના અંગે ‘ઉહાઅપોહ' ક૨વાથી તે તત્ત્વચિંતન મનમાં દૃઢ બને છે. દૃઢ થયેલું તત્ત્વચિંતન બુદ્ધિને સંસ્કારવાળી બનાવે છે. અને સંસ્કારિત બુદ્ધિ કઠિનમાં કઠિન પદાર્થોનું જ્ઞાન કરવામાં ખૂબ પ્રવીણ બની જાય છે. પ્રવીણ બુદ્ધિમત્તા શાસ્ત્રનાં રહસ્યોને પામવા અને એ દ્વારા આત્મકલ્યાણના માર્ગમાં ચોક્કસ અગ્રેસર બને છે.
(૭) અર્થ-વિજ્ઞાન : સાંભળીને ગ્રહણ-ધારણ કરેલા અને ઉહા-અપોહ દ્વારા સુસ્થિર કરેલા પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવાનું...માત્ર ઉહા અને અપોહ અર્થાત વિધિમુખી તર્ક અને નિષેધમુખી તર્ક કર્યા જ નહિ કરવાનો...પરંતુ તે બધું કરીને પદાર્થનું યથાર્થ જ્ઞાન કરવું જોઇએ.
જ્યારે ઉહા-અપોહ દ્વારા અર્થવિજ્ઞાન થાય ત્યારે જ સંશય...ભ્રમ વગેરેનો નાશ થઇ જાય...
ગાઢ અંધકારમાં પડેલા દોરડામાં સર્પની બુદ્ધિ થાય તો તે ભ્રમ છે. જે વસ્તુ જે રુપે નથી તેને તે રુપે માની લેવી તે ભ્રમ છે. દોરડું એ કાંઇ સર્પ નથી. છતાં અંધકારના કારણે દોરડામાં સર્પ હોવાની બુદ્ધિ તે ભ્રમ છે.
અને દોરડાને જોતાં ‘આ સર્પ હશે કે દોરડું ? આવો વિચાર તે સંશય છે. સંશયમાં ‘દોરડાનો અને સર્પનો' બન્ને વિકલ્પ ઊભા રહે છે. જ્યારે ભ્રમમાં
૨૩૩