________________
માનસિક ધીરતા દ્વારા રક્ષણ આપે છે. જીવનમાં આવતા સુખ-દુ :ખના ઝંઝાવાતમાં આવી બુદ્ધિનો સ્વામી પ્રાયઃ અલીન અને અદીન મનઃસ્થિતિને પામીને પોતાનો માનવ-ભવ સુપેરે સફળ કરી જાય છે. નિર્મળ બુદ્ધિવાળો આત્મસ્વરુપ વિચારે :
આઠ ગુણોથી નિર્મળ બનેલી બુદ્ધિનો સ્વામી સૌથી પ્રથમ પોતાના આત્મસ્વરુપની ચિંતા-વિચારણા કરનારો હોય. ‘‘હું કોણ છું ? હું ક્યાંથી આવ્યો છું ? અને અહીંથી મરીને ક્યાં જવાનો છું ? અનંતકાળની યાતનાઓ ભોગવ્યા બાદ મને માનવ-અવતાર મળ્યો છે તે હવે તેને હું કેમ સફળ કરી લઉ ? આ બધું વળગણ મને શી રીતે વળગ્યું, હવે એને શી રીતે ટાળું ?'' ઇત્યાદિ વિચારણાને નિર્મળ બુદ્ધિમાન તે આત્મા અવશ્ય કરે.
જો આપણી બુદ્ધિને આપણે આવી નિર્મળ બનાવવા માગતા હોઇએ... સુસંસ્કારોથી પ્લાવિત ક૨વા ઇચ્છતા હોઇએ તો નિરંતર સદ્ગુરુનો સમાગમ ક૨વો જોઇએ...સત્શાસ્ત્રોનું સતત વાંચન-મનન અને પરિશીલન પણ કરવું જોઇએ. તો જ બુદ્ધિ પૂર્વે જણાવેલા આઠ ગુણોવાળી બને...અને સંસ્કારવંતી પણ બને...
સંસ્કારથી પવિત્ર બનેલી...અને જેને શાસ્ત્ર-વાંચન-મનનના પુટ અપાયેલ છે તેવી બુદ્ધિ જ પોતાનું અને જગતનું કલ્યાણ કરનારી બની શકે. આનાથી ઊલટું સંસ્કારથી પવિત્ર નહિ બનેલી અને શાસ્ત્રના વાંચન-મનનના પુટ વગરની બુદ્ધિ પ્રાય : પોતાનું અને પિરચયમાં આવનાર બીજા અનેકોનું ભારે અકલ્યાણ કરનારી બને.
‘બુદ્ધિવાદ’ વધ્યો...પણ સંસ્કારવિહીન :
વર્તમાનકાળમાં ‘બુદ્ધિવાદ' ખૂબ વધ્યો છે. બુદ્ધિવાદીઓ અને બુદ્ધિજીવીઓ પૂર્વના કાળ ક૨તાં કદાચ અપેક્ષાએ આજે વધુ હોય તેમ જણાય છે. પરંતુ જે બુદ્ધિ આત્માના હિતની પક્ષપાતી અને આત્મ-કલ્યાણના લક્ષવાળી ન હોય તે બુદ્ધિની કિંમત કેટલી ? સંસ્કારવિહીન બુદ્ધિના સ્વામીઓ સમાજમાં જેટલા વધે એટલું તેમનું અને સમાજનું ભારે અકલ્યાણ જ થાય. આવા માણસો સમાજમાં, રાષ્ટ્રમાં અને દેશમાં અગ્રસ્થાને પહોંચી જાય છે ત્યારે તેઓ સંસ્કૃતિનો ઘાત કરનારા વિચારનો કેવો અને કેટલો પ્રસાર કરે છે તે વર્તમાન યુગને જોતાં શોધવા
૨૩૫