________________
લોકોની દ્રષ્ટિમાં પણ પવિત્ર : ભર બપોરે બાર વાગેય એ ભાઇના કમરામાં કોઈ સ્ત્રી આવી જાય તો એ ભાઇ પળનોય વિલંબ કર્યા વિના કાં તો સ્ત્રીને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા અથવા તો પોતે એ કમરામાંથી બહાર નીકળીને દિવાનખાનામાં આવી જતા !
અજાણી સ્ત્રી સાથેના વ્યવહાર અંગેની એમની આટલી બધી સજાગતા તો સમજાતી હતી પણ પોતાની સગી બેન સાથે પણ એમના આવા વ્યવહારની વાત એમના પરિચિતોના મગજમાં બેસતી નહોતી. ન એ બેન સાથે એકલા કમરામાં બેસે કે ન બહાર ફરવા નીકળે !
કેટલાકને એ ભાઇની આવી ચોક્સાઇમાં વેદીયાવડાનાં દર્શન થતાં તો કેટલાકને એ ભાઈ આત્મવિશ્વાસના અભાવવાળા લાગતા ! કેટલાકને એ ભાઈ જૂનવાણી લાગતા તો કેટલાકને એ ભાઇ બ્રહ્મચર્યની બાબતમાં કમજોર લાગતા ! પણ એક યુવકથી એ ભાઇનું આવું ભારે નિયંત્રિત જીવન જીરવાયું નહીં !
એ સીધો પહોંચી ગયો એમના ઘરે ! તમે આ શું માંડ્યું છે ?' કેમ શું થયું ?' સગી બેન સાથે પણ આવો અતડો વ્યવહાર ?' “એમાં શું વાંધો આવ્યો ?'
વાંધો ? ભાઇ બેન વચ્ચેના પવિત્ર સંબંધોની ગુડવીલને તમારા આવા વ્યવહારથી ધક્કો લાગે છે' યુવક આવેશમાં બોલ્યો.
જુઓ ભાઇ મારા આવા વ્યવહાર અંગેનો ખુલાસો તમને એક જ વાક્યમાં આપી દઉ, આપણે પવિત્ર રહેવું જોઇએ એટલું જ પર્યાપ્ત નથી, પણ લોકોની દૃષ્ટિમાં આપણે પવિત્ર લાગવા પણ જોઇએ બસ, મારી આ માન્યતાના આધારે મારા સગી બહેન સાથેના વ્યવહારને મૂલવશો તો તમને અચૂક સમાધાન થઈ જશે !”
૨૨૫