________________
ભાવો પેદા કરે છે પણ બીજાઓના મનમાં પણ પ્રાયઃ વિકારી-ભાવોને જન્માવે છે. જેનાથી આપણો આત્મા ગુણ-ભ્રષ્ટ બને અને બીજાઓ પણ પાપોમાં પ્રવૃત્ત બને એવું અનુચિત આચરણ આપણાથી કરાય જ કેમ ? ભાવ બગડતાં ભવ બગડશે ?
ધ્યાનમાં રાખજો એક વાર ભાવ બગડ્યો કે ભવ બગડ્યો. અશુભભાવના સમયે જ જો પરભવના આયુષ્યનો બંધ પડી જશે તો શી દશા થશે ? અને એક વાર પરભવ બગડ્યો કે અનેક ભવોની પરંપરા બગડી જવાની...પછી શી રીતે ઊંચા અવાશે ?
એકવાર ભવ-પરંપરા બગડી પછી તે તે ભવોમાં હિંસાદિ ભાવોની પરંપરા ચાલ્યા જ કરવાની. આમ થતાં અનંતકાળ માટે દુર્ગતિની યાત્રાનો આરંભ થઈ જશે. અને એકવાર દુર્ગતિના પાપોથી ભરેલી અને દુ:ખોથી ઉભરાયેલી યાત્રા આરંભાઇ જાય પછી તે વિષચક્રમાંથી છૂટવું કેટલું મુશ્કેલ છે ?
આપણને મળેલા ઉત્તમ અવતારનું અતિશય મૂલ્ય આંકતાં શીખો. જો આવા ભવનું મૂલ્ય કરતાં નહી આવડે તો તુચ્છ અને સુદ્ર સુખોની ખાતર કે વિષયોની ઘેલછાની ખાતર કાળાં પાપો કરતાં પણ મન નહિ અચકાય.
આવા અનેક પાપોની પરંપરાને તજવા માટે, આત્માની શુદ્ધિ, ચિત્તપ્રસન્નતા અને શાંતિ જાળવવા માટે મર્યાદાયુક્ત અને સાંસ્કૃતિક નિયમોને અનુસરે તેવો જ વેશ પહેરવો તે ઉચિત છે. | ઉચિત-વસ્ત્રપરિધાનનો તમારો આ ગુણ કદાચ બીજાઓને પણ તેવાં વસ્ત્ર-પરિધાન માટે પ્રેરણાદાયી બની જશે તો તમે તેનું પુણ્ય હાંસલ કરવાનું સદ્ભાગ્ય પણ પામી જશો.
• બગડેલા ભાવો અનેક ભવોની પરંપરા બગાડી નાખે છે. • બીજાને દુ:ખી બનાવવા એ પાપ છે તેમ બીજાને પાપી બનાવવા એ
પણ પાપ છે. • અનુકરણનો ચેપ બહુ ભયંકર છે.
૨૨૪
રકમ