________________
એનું એક ઉદાહરણ લઇએ. જૂના જમાનાના પુરુષો તેર વારની પાઘડી પહેરતા. આવી લાંબી પાઘડી ખૂબ હેતુલક્ષી હતી. વગડામાં જતા તરસ લાગે ત્યારે બીજું કોઈ સાધન પાણી પીવા માટે ન હોય તો તૃષાતુર માનવ લાંબી પાઘડીને ખુલ્લી કરીને તેનો એક છેડો કૂવામાં ઉતારી દેતો. અને તે છેડો પાણીથી ભીંજાઇ જઇને તૃષાતુરતી તરસ છીપાવી શકતો.
જ્યારે વર્તમાન જમાનાની ‘ટાઇ’ ગળચી દબાવવામાં કે મારવામાં કદાચ ઉપયોગી થાય. આ વાત ભારતીય પ્રાચીન વેશ-પદ્ધતિની રહસ્યમયતાને જણાવનારી છે. જ્યારે આજે તો ભારતીય પ્રજામાં પણ પશ્ચિમના અનુકરણની બેહદ ઘેલછા જોવા મળે છે. તંગ અને ચુસ્ત કપડાં કદાચ પશ્ચિમી પ્રજાને અનુકૂળ હોય તો પણ ભારતીય પ્રજા માટે અનેક રીતે અહિતકારી છે. એનાથી ચર્મ-રોગ વગેરે અનેક અનારોગ્યના ભોગ બનવાની શક્યતાઓ વધુ ઊભી થાય છે.
વધુ પડતાં ખુલ્લાં અંગો જેમ વિકાર-ઉત્તેજનાનું કારણ છે, તેમ શરદી વગેરે રોગોનું પણ કારણ સંભવિત બને છે. માથાની ટોપી અને પાઘડી વગેરેને પુરુષ વર્ગમાંથી મળેલી તિલાંજલિના કારણે મસ્તકની સુરક્ષા અલ્પ બની છે. માનવભવને સઆલંબનોનું નિમિત્ત બનાવો :
આપણે આ કદી ન ભૂલીએ કે આપણને મળેલો આ માનવ-ભવ અતિ મૂલ્યવાન છે. આવા ઉત્તમ જીવનમાં તો અનેક સઆલંબનોનું નિમિત્ત પામીને આપણે આ ભવને સફળ બનાવવાનો છે. ઉપરાંત બીજા આત્માઓને પણ સારાં આલંબનો આપવામાં અને તેમને સારા માર્ગ-ધર્મમાર્ગે જોડવામાં સહાયક બનવાનું છે. આના બદલે ઉભટ વસ્ત્ર-પરિધાન દ્વારા બીજા આત્માઓ માટે જો વિકારભાવનું નિમિત્ત બનતું હોય તો પરિણામે આપણી અને બીજાઓની દુર્ગતિ નક્કી જ છે.
બીજાઓને ધર્મ-માર્ગે જોડવાની શક્તિ હોય તો અતિ ઉત્તમ. પણ તે જો શક્ય ન હોય તો કમ સે કમ બીજા આત્માઓને કદી પાપ-માર્ગે તો હું નહિ જ જોડું, ને બીજાના અશુભ-ભાવોમાં મારી નિમિત્તભૂતતા તો નહિ જ થવા દઉં, આટલો સંકલ્પ તો અવશ્ય કરી લેવો જોઇએ.
મર્યાદાના ભંગ કરનારું વસ્ત્ર-પરિધાન આપણા આત્મામાં તો અશુભ