________________
મોતને પામે છે અને બીજાને જીવન આપનારો જાતે જીવન પામે છે.’’
અનીતિ આચરીને જો તમે બીજાને દુ:ખ આપનારા બન્યા છો તો તમે સુખી શી રીતે થવાના ? અને કદાચ તમારું પાપાનુબંધી પુણ્યકર્મ જોરદાર હશે તો તેવા પુણ્યના ઉદયથી તમે વૈભવશાળી બની શકશો. ધનવાન બની જશો. પરંતુ પેલા વાલકેશ્વરની શ્રીમંત સ્ત્રીની જેમ અંદરથી અત્યંત અશાંત બની ગયા હશો. તમને ક્યાંય સુખ અને ચેન નહિ મળે.
“હાય ! મારા વીસ હજાર !''
૨મેશ અને સુરેશ બે સગા ભાઇઓ હતા. રમેશ મોટો અને સુરેશ નાનો. બંને ધંધો સાથે જ કરે. મુંબઇમાં કરિયાણાની મોટી દુકાન. વારાફરતી બંને ભાઇ દુકાને બેસે.
એક દિવસ સુરેશ દુકાને બેઠો હતો ત્યારે તેને વિચાર આવ્યો. ‘મારે મારી થોડી અંગત મૂડી પણ જમા ક૨વી જોઇએ. જમાનો ખરાબ છે. મોટાભાઇ સાથે કાલે વાંધો પડે તો મારી પાસે શું રહે ?''
અને એણે એ જ દિવસથી ગલ્લામાંથી થોડા થોડા રુપિયા ઉઠાવવા માંડ્યા. વેપાર મોટો હતો. એટલે રમેશને કશી ખબર ન પડી. એકઠા કરેલા રુપિયા સુરેશે તે જ દુકાનના અમુક ભાગમાં ખાડો કરીને દાટવા માંડ્યા. પૂરા વીસ હજાર રુપિયા તેણે ભેગા કરી લીધા હતા.
એક વખત કોઇ કારણોસર સુરેશ વતનમાં ગયો. આ બાજુ અચાનક મુંબઇમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યું. રમેશ અને સુરેશની દુકાન મુસ્લિમ વિભાગમાં હતી. આથી રમેશે જોયું કે અહીં રહેવામાં જાનનું જોખમ છે. માટે એણે માલસામાન સહિત આખી દુકાન તાત્કાલિક વેચી નાંખી અને એય વતન ભેગો થઇ ગયો.
આ બાજુ સુરેશને જ્યારે ખબર પડી કે રમેશે આખી દુકાન વેચી દીધી છે ત્યારે તેને જબરો આધાત લાગી ગયો. તે તદ્દન ગાંડો થઇ ગયો. તેના મુખમાંથી એક જ લવારો શરુ થઇ ગયો : “હાય ! મારા વીસ હજાર ! હાય મારા વીસ હજાર !'' આ રીતે મોટાભાઇ સાથે કરેલા વિશ્વાસઘાત પૂર્વકના ધનસંચયના પાપે સુરેશની જિંદગીને પાયમાલ કરી નાંખી.
વિશ્વાસઘાતનું ધન જીવનના સુખ-શાંતિને સરિયામ સળગાવી દે છે, એ
૧૬