________________
છે એનો કોઇ નિશ્ચિત જવાબ ? નહિ.દસ હજારવાળો લખપતિ થવાના, લખપતિ દસ લાખના માલિક થવાના, દસ લાખનો માલિક કરોડપતિ થવાના...કરોડપતિ અબજપતિ થવાના અને અબજપતિ અબજોપતિ થવાનાં સપનાં જોતો જ રહે છે.
અર્થની વાસનાનો ક્યાંય અંત નથી. આથી જ એને “અધમાધમ” જણાવવામાં આવેલ છે.
મળેલો ઉત્તમ માનવભવ આમ ને આમ ધનપ્રાપ્તિની લાહ્યમાં ને લાહ્યમાં જ બરબાદ થઇ જાય..અને એ ધનને મેળવવા કાજે તમામ પ્રકારનાં પાપો જીવનનો કબજો લઈ લે...એ અત્યંત અયોગ્ય જ છે.
આવું ન બની જાય એ માટે ઉત્તમ જીવોના જીવનની બરબાદી ન થઇ જાય એ માટે...શાસ્ત્રકારોએ માર્ગાનુસારી ગુણોમાં સૌપ્રથમ “ન્યાય સંપન્ન વૈભવ ને જણાવ્યો.
જો “વૈભવ' મેળવવો જ છે તો તે પણ ન્યાયનીતિપૂર્વક જ મેળવવો. અનીતિના માર્ગે તો હરગિજ નહિ. આટલો દઢ સંકલ્પ પણ જો કરી લેવામાં આવે તો ધન પ્રત્યેની કારમી લાલસાને ચોક્કસ એક ફટકો લાગી જાય. અને તો ઘણાં બધાં પાપોથી આપણે બચી જઇએ. બીજાને દુઃખ આપનારો સુખી ન થાય :
શા માટે અનીતિનું ધન જીવનને શાંતિ આપનારું નથી ? એ સમજવા જેવું છે.
- જ્યારે જ્યારે જે જે માણસો અનીતિ આચરે છે. અન્યાય, ભેળસેળ, જૂઠ કે વિશ્વાસઘાત કરે છે તેનાથી સામી વ્યક્તિને-જેની સાથે અનીતિ આદિ આચરાય છે તેને-ચોક્કસ આઘાત વગેરે લાગે જ છે. અનીતિ જેની સાથે કરવામાં આવી હોય તેને અમુક સમય પછી જ્યારે ખબર પડે છે ત્યારે તેને ભારે દુઃખ થાય છે અને પોતાની સાથે અનીતિ કરનાર પ્રત્યે તેને ભારે તિરસ્કાર પણ જાગે છે.
હવે જો તમે બીજાને દુ:ખ આપ્યું તો તમે સુખ શી રીતે પામશો ? કુદરતનો આ એક નિયમ છે કે “જે બીજાને દુ:ખ આપે છે તે જાતે દુઃખ પામે છે. જે બીજાને સુખ આપે છે તે જાતે સુખ પામે છે. જે બીજાનું મોત કરે છે તે જાતે
૧૫