________________
ભોગસુખોની વિષ્ટાને ચૂંથવાનો જાનવરો જેવો પ્રયત્ન માત્ર કહેવાય. અને જ્યારે કામને સદાચાર-સુસંસ્કારો વગેરેથી નિયંત્રિત કરવો હોય તો ભિન્નગોત્રી સાથેનાં લગ્ન” ઇત્યાદિ સાંસ્કૃતિક વ્યવસ્થાને સ્વીકાર્ય ગણવામાં આવી છે. ધનની લાલસા સહુને દઝાડશે :
- જ્યાં સુધી જે આત્માના હૃદયમાં ધન પ્રત્યેની કારમી મૂચ્છ (આસક્તિ) હશે.. જીવનનું ઉત્કૃષ્ટ સાધ્ય ધન જ હશે, તેવા આત્માઓ પ્રાયઃ તમામ પ્રકારનાં પાપો આચરવા તૈયાર થઇ જશે. તેમના કષાયો. તેમની વાસનાઓ. તેમની ધનભૂખની ભૂખાળવી વૃત્તિઓ...તેમને તો દઝાડશે પરંતુ તેમના આશ્રિત-ગણને અને તેમના સંપર્કમાં આવનારા તમામને તે દઝાડયા વગર નહીં જ રહે. - ધન પ્રત્યેની કારમી લાલસા તેને આ જીવનમાંય સુખ અને શાંતિ નહિ આપે. કારણ કે ધનનો તીવ્ર લાલચુ નીતિ કે અનીતિના નિયમોને તોડી-ફોડીને ફેંકી દેશે. તેથી તેનું આ જીવન વાસ્તવિક સુખભર્યું નહિ રહે.
આ જીવનમાં સુખ નહિ મળતાં તે શાંત પણ નહિ હોય...પરલોકમાં એના માટે દુર્ગતિઓના દરવાજા ખુલ્લા થઇને રાહ જોતા હશે... કષાયો... સંકલેશ...અને સતત પોતાનું જ પેટ ભરી લેવાની વિકરાળ વૃત્તિઓ અને ક્યાંય ચેનથી જીવવા નહિ દે. કામપુરુષાર્થ કરતાં અર્થપુરુષાર્થ વધુ ભયંકર :
“અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં પૂ. ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ અર્થપુરુષાર્થને કામપુરુષાર્થ કરતાં વધારે ભયંકર જણાવ્યો પુરુષાર્થ છે. જો કામપુરુષાર્થ “અધમ છે તો “અર્થપુરુષાર્થ “અધમાધમ છે. કેમકે કામભોગોને ભોગવવાની પણ એક મર્યાદા હોય છે. માણસ ભોગો ભોગવી ભોગવીને કેટલા ભોગવશે ? કેટલી વાર સુધી ભોગવશે. તેની એક ચોક્કસ મર્યાદા છે. - કામભોગોને ભોગવીને માણસ થાકે છે. તેને વિરામની જરૂર પડે છે. આથી જ કામભોગ મર્યાદિત છે. જ્યારે અર્થપુરુષાર્થને કોઇ મર્યાદા નથી. અર્થની વાસના અમુક રકમ મળી ગયા પછી શમી જ જશે, તેવું નિશ્ચિત નથી.
તમને કોઇ પૂછે “કેટલા રૂપિયા મળી ગયા પછી તમને શાંતિ થાય?”
જ
:::::::
:::::