________________
એટલી પ્રેરણા જરુર લેવી જોઇએ કે આપણે વ્યર્થ અને નિરર્થક ધન-વ્યય કરવાથી દૂર રહેવું. ધર્મબિન્દુનો ઉપદેશ :
ધર્મબિન્દુ પ્રકરણની ટીકામાં એક શ્લોક છે आयव्ययमनालोच्य, यस्तु वैश्रवणायते ।। अचिरेणैव कालेन, सोऽत्र वै श्रवणायते ।।
જે માણસ પોતાની આવકને વિચાર કર્યા વગર વૈશ્રવણ (કુબેર ભંડારી)ની જેમ ધનનો વ્યય કરવા માંડે છે, તે માણસ થોડા જ સમયમાં અહીં-આ સંસારમાં માત્ર શ્રવણ-પૂરતો રહી જાય છે.”
તાત્પર્ય એ કે, આવકનો વિચાર કર્યા વગર બેફામ ધન વ્યય કરનારો અલ્પકાળમાં નિર્ધન બની જાય છે અને પછી “આ ભાઈ આવા ધનવાન હતા અથવા મહાન કરોડપતિ હતા.” એવી વાતો જ માત્ર સાંભળવા પૂરતી રહી જાય છે. ધનનું ચાર પ્રકારે વિભાગીકરણ :
નીતિકારોએ નીતિથી મળેલી રકમનો પણ કેવી રીતે અને કેટલો ખર્ચ કરવો તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે.
पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय घट्टयेत् । धर्मोपभोगयोः पादं, पादं भर्तव्यपोषणे ।।
પોતાની વાર્ષિક આવકના ચાર ભાગ પાડવા. તેમાંથી એક ભાગ જમા ખાતે રાખવો. એક ભાગ વ્યાપાર કરવા વાપરવો. એક ભાગ ધર્મકાર્ય માટે વાપરવો અને એક ભાગ કુટુંબના ભરણ-પોષણ વગેરેમાં ખર્ચવો.” .
- જો આ રીતે બરાબર વર્તવામાં આવે તો અનેક રીતે લાભ થાય. વેપાર વગેરેમાં નિશ્ચિતતા જળવાય...સાધર્મિકનો વગેરેને સમાધિ આપવામાં સહાયક થવાય...ધર્મકાર્યમાં ઉલ્લાસપૂર્વક ધન વ્યય કરી શકાય...અને પોતાના કુટુંબ તરફથી પણ પૂરો સંતોષ પ્રાપ્ત કરી શકાય.
આવક' શબ્દનો અર્થ જ બહુ મઝાનો છે. એ ત્રણ અક્ષરો જે પોતાનો
૨૦૩