SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ સુંદર રીતે જણાવે છે. આ=આવશ્યકનો, વ=વપરાશ, ક=કર્તવ્યનો છે. અર્થાત્ જીવનમાં જે આવશ્યક (જરુરી) ચીજો છે તેનો જ વપરાશ ક૨વો જોઇએ. પરંતુ નાહકની નકામી શોખની ચીજો વસાવવાના મોહમાં ન પડવું જોઇએ. અનર્થદંડનાં પાપોનો ત્યાગ કરો ઃ ન વર્તમાન સમયમાં રેડિયો, ટી.વી., વીડિયો, ફ્રીજ, એરકન્ડિશનર, હોટલો, નાટકો વગેરે પાછળ બેફામ ધન વ્યય થતો ચાલ્યો છે. આ તમામ ચીજો જીવન જીવવા માટે અનિવાર્ય ચીજો નથી. એ ન હોય તો માણસ જીવી ના શકે તેવું નથી. આથી જ શાસ્ત્રકારો આવી બધી ચીજોને અનર્થદંડના પાપ કહે છે. આ અનર્થદંડના પાપોને જીવનમાંથી વહેલી તકે તિલાંજલિ આપવી જોઇએ. તોજ જીવનમાંથી નકામો ઘણો ખર્ચ આપોઆપ રદ થઇ જશે. જો નકામા ખર્ચ ઉપર કાપ મૂકતા જશો તો ધન બચશે. અને તો તે બચેલા ધનમાંથી સાત ક્ષેત્રો અને અનુકંપાદિ કાર્યોમાં સદવ્યય કરવાનું મન થશે. તમારી બચેલી સંપત્તિ, સીદાતા સાધર્મિકોનો ઉદ્ધાર કરશે. એનાથી કેટલાય આત્માઓ નવજીવન પામશે. સાતેય ક્ષેત્રો સધ્ધર બની જશે. મંદિરો, પાઠશાળાઓ, પોષધશાળાઓ, જ્ઞાનભંડારો, સાધર્મિક-વાત્સલ્ય વગેરે અનેક ધર્મપ્રવૃત્તિઓનેધર્મકાર્યોને માટે તમારું તે ધન ઉપયોગી બની જશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા ક્ષેત્રોમાં-જ્યાં બબ્બે વર્ષથી ભયંક૨ દુકાળ પડી રહ્યો છે...અનાથ, અપંગ અને નિરાધાર પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યાં છે...અનેક સાધર્મિકો અને અન્ય જનો પણ આર્થિક રીતે પુષ્કળ ત્રાસ વેઠી રહ્યા છે. આવાં કાર્યો માટે તમારી બચેલી ધનસંપત્તિને વહેવા દો...અને અનેક જીવોના જાન બચાવી લઇને અભયદાનનું પરમ સુકૃત્ય સાધી લો... મળેલી ધનસંપત્તિનો-તે તમારી છે તેટલા માત્રથી-બેફામ દુર્વ્ય ન કરો. એનાથી તમારો આત્મા ખરડાય છે. તમારા આત્માને પાપભારથી ભારે બનાવવો ન ઘટે. આવકનો ઉચિત-વ્યય કરો. ઉચિત-વ્યય બે રીતે (૧) પોતાની અંગત જરુરિયાતોમાં કાપ મૂકીને ખૂબ જ જરુરી ચીજો ખાતર ધન વ્યય કરવો અને (૨) દીન-દુ :ખિતો ખાતર તથા ધર્મકાર્યની અંદ૨ સારી રકમનો સદુપયોગ ક૨વો. આ રીતે આત્માને વિમળ અને વિશુદ્ધ બનાવવાનો છે અને કર્મના ભારથી ૨૦૪
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy