SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ વગર ઇસ્ત્રી કરેલું સફેદ શર્ટ અને ધોતિયું...આ તેમનો પહેરવેશ છે. સાંધીને ઉપયોગમાં લઇ શકાય ત્યાં સુધી તેઓ કપડાં વાપરે છે. ત્રણ જોડી કપડાંથી વધુ પરિગ્રહ તેઓ રાખતા જ નથી. આજે વર્ષોથી પોતાની આવકમાંથી સામાન્ય રકમ, પોતાના ખર્ચ પૂરતી રાખીને તથા પોતાની માવતર પ્રત્યેની ફરજ અદા કરીને બાકીની રકમ તેઓ સદવ્યયમાં જ વાપરી નાખે છે. પોતાને મળનારા પ્રોવિડન્ટ ફંડ, વગેરેનું પણ તેમણે વીલ બનાવેલ છે. તેમાંથી પોતાના માવતર વગેરેના પોષણ માટે અમુક રકમ રાખીને બાકીની તમામ રકમ સાર્વજનિક કાર્યોમાં વાપરી નાખવાનું તેમણે વીલમાં જણાવેલ છે. - પોતાની માલિકીની એક પણ ઓરડી રાખી નથી. ફક્ત જ 44x7" ની એક નાની કોટડી, એક સામાજિક સંસ્થાએ વાપરવા આપેલ છે. તે જ તેમનું નિવાસસ્થાન છે. રાચરચીલામાં એક વર્ષો જૂની પતરાની નાની બેગ, બેડીંગ, એક માટલું, લોટો અને કપડાં સૂકવવાની દોરી છે. પોતાનું બધું જ કામ જાતે જ કરી લે છે. એક કાળમાં દીક્ષા લેવાની ભાવના હતી પણ સંજોગોવશાત્ દીક્ષા ન લઇ શક્યા...સત્તર અઢાર વર્ષ સુધી આયંબિલના રસોડે જમતા રહ્યા. એક અવધૂત અને અનોખા અપરિગ્રહી તરીકેનું તેમનું જીવન ખરેખર પ્રેરણાદાયી છે. એક સંસ્થા જેટલું કાર્ય તેઓ એકલા હાથે કરે છે. પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. બીજાને ભળાવીને પોતે તેમાંથી ક્યારેય છટકતા નથી. હા...કોઈ કામનું વળગણ રાખતા નથી. કબૂતરને ચણ નાખવાથી માંડીને, નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપવા સુધીની તમામ પ્રવૃત્તિઓ તેઓ જાતે જ કરે છે. શક્ય હોય ત્યાં સુધી ચાલીને જ જાય. અનિવાર્ય હોય તો જ તેઓ વાહન વાપરે. બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિમાં તેઓ ખૂબ જ ઉત્સાહી અને અગ્રેસર રહે છે. જો કે બધા માણસો કાંઇ આ મહાનુભાવ જેટલું અપરિગ્રહી જીવન જીવી ના પણ શકે. બધાનું તેવું સામર્થ્ય અને માનસિક તૈયારી ન પણ હોય. છતાં આ એક આદર્શ અપરિગ્રહી શ્રાવક કેવો હોય તેનું સાચું દૃષ્ટાંત છે. તેમાંથી આપણે
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy