________________
આત્માઓને કહે છે કે, “જો તારે ધન કમાવવું જ પડતું હોય તો તે નીતિપૂર્વક જ કમાવજે. અનીતિથી કદી નહિ. ધન કમાવવું તે એક પાપ છે. અને તેમાં અનીતિ ક૨વી તે એથી વધુ પાપ છે. આવાં બબ્બે પાપો તો તું ન જ આચરતો.''
આમ શાસ્ત્રકારો ધનની કમાણીની સંસારી માણસની પ્રવૃત્તિને નીતિ નામના ધર્મથી યુક્ત બનાવી દેવાનું જણાવે છે. આથી એ સુસ્પષ્ટ થઇ જાય છે કે શાસ્ત્રકારોનું અનુમોદન-સંસારી માનવના ‘નીતિ' નામના ધર્મને છે, ધનની પ્રાપ્તિની પ્રવૃત્તિને જરાય નહિ.
અર્થ પુરુષાર્થ ‘પુરુષાર્થ’ રુપ ત્યારે જ બને છે કે જ્યારે તેને ‘નીતિ’ નામના ધર્મ સાથે જોડી દેવામાં આવે. જે અર્થપ્રાપ્તિનો ઉદ્યમ નીતિપૂર્વકનો નથી, તેને શાસ્ત્રકારો ‘અર્થ પુરુષાર્થ' નથી કહેતા. તેને તો માત્ર ‘અર્થ (ધન) મેળવવાની મહેનત' જ કહી શકાય.
આમ શાસ્ત્રકારો, ધનની કમાણી કરીને ‘વૈભવો' મેળવવાનો ઉપદેશ કદી નથી આપતા. પરંતુ જ્યારે સંસારી માણસ ‘વૈભવ' મેળવવાનો જ છે અને તે માટે ધન મેળવવાનો પુરુષાર્થ ક૨વાનો જ છે ત્યારે તે પુરુષાર્થને નીતિપૂર્વક આચરે એટલો જ એમનો ઉપદેશ છે.
‘ન્યાય સમ્પન્ન વૈભવ'નો આ રહસ્યાર્થ જો બરાબર સમજવામાં ન આવે તો ભારે અનર્થ થઇ જાય.
બરાબર આ જ વાત કામપુરુષાર્થમાં પણ સમજી લેવા જેવી છે.
‘કામ’ નો અર્થ અહીં મુખ્યત્વે ‘કામવાસના’ કરીએ તો કામવાસના માટે સંસારી માણસ ‘લગ્ન' કર્યા વગર રહેવાનો જ નથી. તો તેણે ‘લગ્ન કેવી વ્યક્તિ સાથે કરવાં' વગેરે બાબતો શાસ્ત્રકારો સમજાવે છે.
અહીં પણ એ બરાબર સમજવું જોઇએ કે શાસ્ત્રકારોનો ઉપદેશ ‘લગ્ન કરવાં' તેવા લગ્નવિષયક વિધાનને કરનારો નથી. પણ ‘સમાનગોત્રી સાથે લગ્ન ન કરવાં’ અર્થાત્ ‘લગ્ન કરવાં જ હોય તો સમાનગોત્રી સાથે ન કરવાં.' એ રીતે સમાનગોત્રી સાથેના લગ્નમાં નિષેધનું કથન ક૨ના૨ો છે.
કામપુરુષાર્થને પણ જો સદાચારરુપી ધર્મથી યુક્ત બનાવવામાં ન આવે તો તે કામ-પુરુષાર્થ રહેતો નથી, એ તો માત્ર કામભોગોનો અખાડો જ કહેવાય.
૧૩