________________
પોતાના પતિની આવી અપૂર્વ સાવધાની જોઇને ધર્મપત્નીનું અંતર ‘પતિની પત્ની બન્યાનું' ગૌરવ અનુભવી રહ્યું.
અનીતિનું એક છાણું જો પુણિયાની ચિત્તપ્રસન્નતાને ઝૂંટવી લે, તો જેના જીવનમાં અનીતિની-અન્યાયની જૂઠ-વિશ્વાસઘાત અને ભેળસેળની અઢળક કમાણી પ્રવેશી ચૂકી હોય તેવા આત્માઓનાં સુખ અને શાંતિ સમૂળગાં લૂંટાઇ જાય તોય તેમાં શી નવાઇ? તેવા આત્માઓ છતે ધને નિર્ધન જેવી મનોદશા અનુભવતા હોય...છતે ભોગસુખે પણ તેઓ ભિખારી જેવી આંતરદશાને ભોગવતા હોય...તેમાં કશુંયે આશ્ચર્ય પામવા જેવું નથી.
શાસ્ત્રોનો ઉપદેશ નીતિ અંગેનો જ ઃ
નીતિથી જ ધન કમાવવું જોઇએ.’’ આવા જૈન શાસ્ત્રકારોના ઉપદેશને ખૂબ માર્મિક બુદ્ધિથી સમજી લેવાની જરુર છે. નહિ તો ભારે અનર્થ થઇ જાય. સૌથી પહેલો ઉપદેશ તો શાસ્ત્રકારોનો આ જ છે કે ‘ધન કમાવવું તે જ પાપ છે.’ ધન વગર જીવન જીવી શકાય એવી ધન્ય સ્થિતિ જૈન મુનિઓની છે. એમનું જીવન આ જગતમાં એક આશ્ચર્યરુપ કહી શકાય તેવું છે. વગર ધને પણ તેઓ મસ્તાનિયતભરી જિંદગી જીવી શકે છે. વગર બાળ-બચ્ચાના પરિવારે પણ તેઓ સઘળા વિશ્વ સાથે કુટુમ્બીપણાની ભાવનાને ભાવીને વિશ્વમૈત્રીને આરાધતા રહે છે.
tr
આવું ધન્ય મુનિજીવન જેઓ જીવી શકતા નથી તેવા સંસારી માણસો માટે ધન કમાવવું અતિ અનિવાર્ય બાબત બની રહે છે. સંસારી માણસ જો ‘ધન કમાવવું તે પાપ છે' એમ સમજીને ભીખ માગવા માંડે તો તે અતિશય ખોટું છે.
શ્રાવક ભીખ માગીને જીવન જીવે તે વધારે ખોટું છે. એના કરતાં નીતિપૂર્વક ધન કમાય તે ઓછું ખોટું છે. મોટા ખોટાને છોડવા માટે નાનું ખોટું આચરવું પડે તો તેમાં કશું જ અનુચિત નથી. હા...શ્રાવકનું લક્ષ હંમેશાં-જ્યાં ધન કમાવવાનું-પછી તે નીતિથી પણ નહીં-જરુરી જ નથી તેવા સાધુપણાને જ પામી જવાનું હોય છે. પરંતુ એ લક્ષ જ્યાં સુધી સફળ ન થાય ત્યાં સુધી તો તેને ધન કમાવવાની-નીતિપૂર્વકની-પ્રવૃત્તિ ચાલુ રાખવી જ પડે ને ?
હવે જ્યારે ધન કમાયા વગર ચાલે એમ જ નથી તો શાસ્ત્રકારો તે
૧૨