________________
પગ મૂક્યાં ત્યારે ગિરિવરની ટોચ પર બેય સંસ્કૃતિનો ફર્ક ઉઘાડો પડી ગયો.
હિલેરીએ એવરેસ્ટ સર કર્યા પછી શરાબની બોટલ ઉઘાડી એક જામ લગાવ્યો અને મોટે-મોટેથી બોલવા લાગ્યો. મેં જીત ગયા ! “મેં જીત ગયા ! હિમાલય કો જીતી ગયા !”
તેનસિંગે ઉપર પગ મૂકતાં જ શ્રીફળ વધેર્યું, ગંગાજલ છાંટ્યું અને ગિરિવરને લાખ-લાખ પ્રણામ કર્યા.
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ વચ્ચે આટલો ફરક છે. કેમ કે લોહીમાં ફરક છે. લોહીના સ્વાદમાં ફરક છે અને લોહીના સંસ્કારોમાં અને ખાનદાનીમાં ફરક છે.
એક ગ્લાસથી થયું પરિવર્તન એ જેન દંપતિ અમેરિકામાં રહેતાં હતાં. એક વખત તેઓ કોઈ જગ્યાએ પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ જોવા ગયાં. ત્યાં અનેક વસ્તુઓ વચ્ચે એક ગ્લાસ જોયો. આ ગ્લાસ સીકંદરનો હતો. એ ગ્લાસની નીચે લખ્યું હતું... “આ એ ગ્લાસ છે જેમાં સીકંદર રોજ દૂધ પીતો હતો.' - આ જોતાં જ દંપતિને એક નવી જ દિશા મળી ગઇ. તેમણે વિચાર્યું : “આખી દુનિયાને જીતનારો સીકંદર, મોત વખતે બીજું કાઇ તો સાથે ન લઇ ગયો; પણ જે કટોરામાં રોજ દૂધ પીતો હતો એ કટોરો પણ અહીં મૂકીને જતો રહ્યો.”
किसीने ठिक ही कहा है: 'मुल्कोंके मालिक थे, सेनाओंके स्वामी थे; सिकंदर जब चल बसे, तब दोनों हाथ खाली थे.
માનવી જીવતાં બે હાથે ભલે ગમે તેટલું ભેગું કરતો હોય, પણ મૃત્યુ થતાં ભેગું કરેલું બધું જ અહીં મૂકીને જાય છે. સાથે તો માત્ર પુણ્ય અને પાપ જ આવે છે.
પતિ-પત્નિ બંને અમેરિકાને અલવિદા કરી કાયમ માટે ઇંડીયામાં રહેવા આવી ગયાં. ગિરિરાજની નવ્વાણુની યાત્રા કરી. સંસારનાં કાર્યોમાંથી બને તેટલી તેમણે નિવૃત્તિ લઈ લીધી. આખું જીવન ધર્મમય બનાવી દીધું.
કોના જીવનમાં ક્યારે પરિવર્તન આવી જાય કંઈ કહેવાય નહિ.
ક
::