SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કે સંતાનોના જીવનમાં પણ સતત ક્રોધાદિ કષાયોની લાગણીઓ ભડકતી રાખે. આ બહુ મોટાં નુકસાન છે. આ રીતે વિષય અને કષાયોથી જો જીવન બરબાદ થઇ જાય તો ચિત્તશાંતિ ક્યાંથી જળવાય ? તો ધર્મઆરાધના શી રીતે થાય ? તો જીવનમાં સુખ અને પરલોકમાં સદ્ગતિ વગેરે શી રીતે મળે ? અને તો મોક્ષનાં સુખો પણ દૂર જ ઠેલાય તેમાં શી નવાઈ ? આમ ઉપદ્રવોવાળાં સ્થાનમાં રહેવાથી પાર વગરનાં નુકસાન થવાની શક્યતાઓ પડેલી છે. સદગુરુ અને સાધર્મિકોનો સંગ ન મળે તેવા સ્થાનમાં પણ કેમ રહેવાય ? સત્સંગ એ જ તો જીવનનો રંગ પલટી નાંખવા માટે બહુ મોટો આધાર છે. જ્યાં સુજનોનો કે સદગુરુનો સંગ નથી તેવા સ્થાનમાં રહેનારાઓ માટે ધર્મ પ્રત્યેની પ્રીતિ કે ધર્મમય આચારની રીતિ પ્રાય: સંભવિત નથી. વિદેશમાં વર્ષોથી વસતા અનેક મહાનુભાવોનાં સંતાનો-જેમના જન્મ પરદેશમાં જ થયા છે, તેમને સાધુ એટલે કોણ ? તેની ખબર નથી. તેમને ઇંડા-માંસ વગેરે ખાવામાં શો વાંધો ? એવા સવાલો થાય છે, જેના સંતોષજનક ઉત્તરો આપનારા કોઈ મળતા નથી. પરિણામે તેઓ ધીરે ધીરે ઇંડા-માંસના ભોક્તા બનતા જાય છે. પોતાનાં માતા-પિતાનો ડર હોય તો છૂપી રીતે તે વસ્તુઓનું સેવન કરનારા બને છે અને તેમનાં સંતાનો થતાં (ત્રીજી પેઢી આવતાં) ઘરમાં જ બધા છૂટથી માંસાહારાદિ કરતા થઇ જશે. આવા આત્માઓ પાસેથી બીજા તો ધર્મના ક્યા સંસ્કારોની અપેક્ષા રખાય ? આ બધી ખાનાખરાબીનું મૂળ...ઉપદ્રવવાળા અથવા સગુરુ વગેરેના સંગથી રહિત સ્થાનમાં વસવાટ કરવો તે જ છે. આથી જ તેવાં સ્થાનોનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. આપણી ચિત્તસમાધિ જ્યાં જળવાતી હોય...ધર્મની ભાવનાઓમાં વૃદ્ધિ થતી હોય...કષાયોનો નિગ્રહ અને શુભ આત્મધ્યાન વગેરે થઈ શકતું હોય તેવા જ સ્થાનમાં (દેશમાં) વસવાનો આગ્રહ રાખવો હિતકારી છે. | પૂર્વ | પશ્ચિમ વચ્ચે ફરક પૂર્વ-પશ્ચિમ વચ્ચે ઘણું મોટું અંતર છે. માઉન્ટ એવરેસ્ટ પર પરદેશી હિલેરી અને સ્વદેશી તેનસિંગે જ્યારે પ્રથમ : ૧૭૫
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy