________________
આગળ ચાલું, તું પાછળ પાછળ આવ !” અને તેઓ નદીમાં ઊતરી ચાલવા માંડ્યાં.
એમ ન બને, હું આગળ ચાલું છું. આપ મારી પાછળ પાછળ આવો.” અને સ્વામી રામદાસની વાત ટાળી શિવાજી પાણીમાં કૂદી આગળ નીકળી ગયા.
આખરે ગુરુ-શિષ્ય બન્ને કાંઠે પહોંચી ગયા. સ્વામી રામદાસ બોલ્યા: ‘શિવા ! તે આજે મારી આજ્ઞાનું પાલન ન કર્યું.' ગુરુદેવ ! આવા જોખમમાં હું કેમ આપને આગળ જવા દઉં ?' ‘શિવા ! તું એક ભાવિ રાજવી છે તેનો મારે ખ્યાલ રાખવો જોઇએ.”
‘ગુરુદેવ ! તમારા જેવા સમર્થ સંતો મારા જેવા અનેક રાજવીઓને તૈયાર કરી શકશે, પણ...કોઇ રાજવીમાં આપના જેવા સંત તૈયાર કરવાનું સામર્થ્ય
નથી.”
તે આજે પણ ધરતી ટકી છે...
એકદમ દયનીય સ્થિતિમાંથી એની બા પસાર થઇ રહ્યા હતાં...પથારીમાંથી એ નીચે તો નહોતા ઊતરી શકતાં પણ પોતાની મેળે પથારીમાં બેઠા ય નહોતા થઈ શકતાં. એમને ખવડાવવું તો પડતું હતું પણ ઝાડો અને પેશાબ પણ કરાવવા પડતા હતા...
અડધા શરીરે લકવાની અસર હતી...મોટી તકલીફ એ હતી કે એમની વાચા સર્વથા બંધ થઇ ગયેલી...પણ આવી અસહાય અવસ્થામાંથી પસાર થઈ રહેલ બાની એમનો દીકરો જે સેવા કરતો હતો એ જોઇને સહુ દંગ થઈ જતા
હતા...
ઝાડો-પેશાબ કરાવવાથી માંડીને એમની નાનામાં નાની જરૂરિયાતને જરાય કંટાળ્યા વિના જે રીતે એ પૂરી કરતો હતો એ જોઇને લોકોને એનામાં “શ્રવણ' નાં દર્શન થતાં હતાં. - “અલ્યા ! આ બધું કરતાં તેને કોઈ તકલીફ નથી લાગતી !” કો'ક પૂછતું તો, એ તુર્ત જવાબ આપતો.
અત્યારે જે તકલીફો બાને છે એ જ તકલીફો જન્મ્યો ત્યારે મનેય હતી !
૧૬૯