SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ બની જઇશ. આવું ન બને તે માટે પ્રભુએ તે જ વખતે અભિગ્રહ ધારણ કર્યો કે, “જ્યાં સુધી મારાં માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી હું દીક્ષા નહિ લઉં.” - આ અભિગ્રહ દ્વારા જાણે પ્રભુ ગર્ભકાળમાં રહ્યા પણ માતા-પિતાની ભક્તિ કરવાનો આ જગતના જીવોને ઉપદેશ આપી રહ્યા છે. જો પ્રભુ જેવા પ્રભુ પણ પોતાનાં માતા-પિતાની આવી અને આટલી ભક્તિ કરતા હોય તો આપણી તો-તે પ્રભુના ભક્ત તરીકે માતા-પિતાની સેવાપૂજા કરવા અંગેની પ્રભુ-આજ્ઞાનું પાલન કરવાની એકમાત્ર ફરજ ખરી કે નહિ ? માતા-પિતાની ભક્તિના પ્રકારો : ' માતા-પિતાની ભક્તિના અનેક પ્રકારો છે તેમને રોજ સવારે પગે લાગવું, તેમના પગ દુ:ખતા હોય તો તે દબાવવા...તેમના ચિત્તની પ્રસન્નતા જળવાય તેવું વર્તન કરવું. તેમની આજ્ઞાઓનું (અલબત્ત, તે આજ્ઞાઓ જિનાજ્ઞાની વિરૂદ્ધ ન હોય તો...) પાલન કરવું. તેમની સેવા અને ભક્તિ કરવાં...તેમને ભોજન-પાણીના પ્રબંધમાં વિશેષ અનુકૂળતા કરી આપવી...તેમની અનુકૂળતા-પ્રતિકૂળતાનો ખ્યાલ રાખવો. તેમની બીમાર વગેરે અવસ્થામાં વિશેષ ભક્તિ કરવી તથા ઓષધાદિની વ્યવસ્થા કરવી...તેમના પ્રત્યે કટુ વચનો કે ક્રોધમય વાણી ન બોલવી...બીજાઓ આગળ પણ તેમનું સન્માન કરવું...પત્ની વગેરેનું ઉપરાણું લઇને તેમને ઉતારી પાડવાં વગેરે દુષ્ટતા ન કરવી...જગતના ઉત્તમ પૂજ્ય તરીકે તેમની તમામ પ્રકારે પૂજા-શુશ્રુષા કરવી. . આ રીતે “માતા-પિતાની પૂજા' નામના ગુણને આરાધીને માનવજીવનને સાર્થક કરીએ... = [ સંત અને રાજવી (કેટલાક પ્રસંગો). વર્ષો મૂશળધાર વરસી ગઇ. નદીમાં પાણી બન્ને કાંઠે વહેવા લાગ્યાં. સંત સ્વામી રામદાસ અને ભાવિ છત્રપતિ રાજવી શિવાજી તે નદીના તટે આવીને ઊભા. આ નદી પાર કરવી જરૂરી હતી. સ્વામી રામદાસ બોલ્યા: ‘શિવા ! હું
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy