SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોડિયામાંથી હુંય મારી મેળે નીચે નહોતો ઊતરી શકતો અને મારી મેળે હુંય નહોતો ખાઇ શકતો બોલવાનું એ વખતે મારેય બંધ હતું. અને ઝાડોપેશાબની તો મનેય ખબર નહોતી પડતી ! મારી આવી લાચાર અવસ્થામાં બાએ મને લેશ તકલીફ પડવા નથી દીધી...' રસોઇ બગડવા દઇનેય બાએ મારી કાળજી કરી છે...હવે તમે જ કહો, જે બાએ મારી લાચાર અવસ્થામાં મને ફૂલની જેમ સાચવ્યો છે એ બાને એમની લાચાર અવસ્થામાં હું તરછોડી દઉ તો મારા જેવો કપાતર બીજો કોણ ?' “ના...ના..ચામડી ઊતારી આપવી પડશે તો ઉતારી આપીશ પણ આ બાને લેશ પણ તકલીફ નહીં પડવા દઉ.” I કેટલાક હૃદય સ્પર્શી વચનો : • આ પણ કેવી વિચિત્રતા છે ? છોકરો જન્મે ત્યારે મા-બાપ પેંડા વેંચે...અને મા-બાપ મરે ત્યારે દીકરો એમના મરણના સમાચાર... માતા-પિતાની સહુથી શ્રેષ્ઠ પુણ્ય સ્મૃતિ આપણો દેહ છે. એ દેહને જેટલો સાચવીએ છીએ એના દશમા ભાગે પણ મા-બાપને સાચવીએ ખરા ? માતા-પિતાના ખોળે સ્વર્ગ છે. પણ સ્વર્ગમાં માતા-પિતાનથી એ ખ્યાલ કરજો. સંસારમાં આપણા ત્રણ ઉપકારી છે. ૧. જન્મદાતા : મા-બાપ ૨. જીવનદાતા : માલિક. ૩. ધર્મદાતા-ગુરૂ • આ સંસારમાં પેન્ટ અને શર્ટની પેર મળશે, પગના ચંપલની પેર મળશે. કાનના એરીંગની પેર મળશે પણ માતા-પિતાની પેર તો દુનિયામાં દીવો લઇને શોધવા જશો તોય નહિ જડે. જીવતા મા-બાપને ચૂપ કરે મર્યા પછી એના ફોટાને ધૂપ કરે કેવું? ન શોભે તેવું... • ઘરના નામ માતૃછાયા ને પિતૃછાયા, , પણ એમાં ન પડે મા-બાપના પડછાયા... ૧૭૦
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy