________________
ત્યાં આવ્યા બાદ ઘણી મુશ્કેલીએ પુત્રના ઘર-આંગણે પહોંચેલા બાપને જ્યારે દીકરાએ જોયો ત્યારે તેને થયું ‘આ કાળિયો મારો બાપ છે તેમ મારી ગોરી અંગ્રેજ-પત્ની જાણશે તો તેને કેવો અણગમો થશે ?' આથી તેણે દરવાજામાં પ્રવેશતા બાપને જ ધક્કો મારીને તિરસ્કાર કરીને ત્યાંથી કાઢી મૂક્યો. બાપ આઘાતથી બેવડ બની ગયો.
કેવો નીચ, નઘરોળ અને અધમાધમ પુત્ર ! આંવા પાપી પુત્રોને ભારતની આ ધરતી કેમ ઝીલતી હશે એ એક સવાલ છે ! પણ યાદ રાખજો કે આવા પાપી માણસો જીવનમાં ક્યારેય સુખી અને પ્રસન્ન બની શકતા નથી. એમના જીવનમાં એવી કોક દુર્ઘટનાઓ સર્જાય છે, જે એના જીવનના તમામ સપનાંઓ અને અરમાનોને ચૂર-ચૂર કરી નાંખે છે.
પ્રભુ મહાવીરનું ઉત્તમ દૃષ્ટાંત :
માતા અને પિતાની ભક્તિનું સર્વોત્તમ દૃષ્ટાંત છે ભગવાન મહાવીરદેવનું !
જે જનમમાં જેઓ તીર્થંકર બનવાના છે, ત્રણ લોકના નાથ થવાના છે...જેમને ગર્ભકાળમાં જ મતિ, શ્રુત અને અધિજ્ઞાન હોય છે..અને જેમના ચ્યવન, જન્મ અને દીક્ષા વગેરે કલ્યાણકોને દેવરાજ ઇન્દ્રો અને દેવો અદભુત ભક્તિભાવથી ઊજવતા હોય છે...તેવા તીર્થંકર ભગવંતોના આત્માઓ પણ પોતાના ગૃહસ્થજીવન દરમ્યાન માતા અને પિતાની ઉત્તમ પ્રકારની ભક્તિ કરતા હોય છે.
જ્યારે પ્રભુ મહાવીરનો આત્મા ગર્ભકાળમાં હતો ત્યારે પોતાની માતાને દુ:ખ ન થાય તે માટે તેમણે પોતાના ગર્ભને સ્થિર કર્યો...પણ તેથી તો માતાને શંકા થઇ કે મારો ગર્ભ મૃત્યુ તો નથી પામ્યો ને ? અને તે શંકાના કારણે માતા કારમું કલ્પાંત કરવા લાગ્યાં. જ્યારે પ્રભુએ જાણ્યું કે મારી માતાને પીડા દૂર કરવાના કા૨ણે હું સ્થિર થયો તો તે તો તેમને ઊલટું દુ :ખકારક થયું. તેથી તુરંત તેમણે હલનચલન કર્યું. તેથી માતાનો શોક દૂર થયો.
આ ઉપરથી પ્રભુને થયું જે માતાએ હજી મારું મુખ પણ નથી જોયું તેમ છતાં જેને આટલો મોહ છે તે ભાવિમાં મારી દીક્ષાના કારણે મૃત્યુ તો નહિ પામી જાય ને ? અને જો તેવું જ કશુંક અમંગળ બની જાય તો ભવિષ્યમાં જગતને માતાપિતાની ભક્તિનો ઉપદેશ આપનારો હું જ મારાં માતા-પિતાના અહિતનું કારણ
૧૬૭