________________
જ્યારે માછીમારને પેલી દસ સોનામહોરો આપવામાં આવી ત્યારે તે માછલાં પકડીને પોતાના ઘરે જઇ રહ્યો હતો. નીતિની દસ સોનામહોરોના પ્રભાવે તેનું મન પલટાઇ ગયું. તેને પોતાના હિંસા ભરેલા પાપી જીવન પ્રત્યે ધિક્કાર છૂટી ગયો. અને તે સંન્યાસી બની ગયો.
રાજાના ભંડારની દસ સોનામહોરો જે સંન્યાસીને આપવામાં આવી તે સંન્યાસીને મનમાં ઘોર પસ્તાવો થવા લાગ્યો: “અરરર ! આ મેં શું કર્યું ? જિંદગીનાં અમૂલ્ય વર્ષોમાં ભોગો ભોગવવાને બદલે મેં તે વર્ષોને ફોગટ ગુમાવ્યા, હજી પણ મોડું થયું નથી ! જેટલા ભોગવાય એટલા ભોગો આ જિંદગીમાં માણી લઉં !”
આમ વિચારીને સંન્યાસીએ સંન્યાસીપણું છોડી દીધું. એ પેલા માછીમારની જ જાળ લઇને માછીમાર બની ગયો.
નીતિપૂર્વક કમાયેલી દસ સોનામહોરે માછીમારને સાધુ બનાવ્યા. અનીતિની રાજાની દસ સોનામહોરે સંન્યાસીને માછીમાર બનાવી દીધો.
- રાજાએ જ્યારે આ પ્રકારે બે જીવોના જીવન પરિવર્તનની વાત સાંભળી ત્યારે તેણે
“નીતિનું ધન જીવન સુધારે અને અનીતિનું ધન જીવન બગાડે...”
એ સત્યનો સ્વીકાર કર્યો : સદાના નીતિમાનું માણસના ઘરમાં પણ જાણે-અજાણેય જો અનીતિનું ધન ઘૂસી જાય છે તો તેના જીવનમાં શાંતિ અને સ્વસ્થતા હણાઈ જાય છે. પુણિયા શ્રાવકની નીતિમત્તા :
ચોવીસમા તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરદેવે જેમના સામાયિક ધર્મની પ્રશંસા ભરસભામાં કરી હતી તે પુણિયા શ્રાવકની આ વાત છે.
- રાજગૃહી નગરીનો એ સૌથી શ્રેષ્ઠ શ્રાવક હતો. અત્યંત ગરીબીમાંયે સદા મસ્ત રહેતો. વગર પૈસાનો એ મનનો મહાન શ્રીમંત હતો. કરોડો સોનામહોરોના માલિકની પાસેય જેવી સામાયિકની સાધના ન હોય એવી સામાયિકની સાધના પુણિયાની હતી.