________________
શાંતિ મેળવવા ‘નીતિ’ની અનિવાર્યતા :
ભોગ વૈભવો મળવા છતાં સુખ અને શાંતિ મેળવવા, ચિત્તની પ્રસન્નતા અને સદ્ગુણો મેળવવા શું ક૨વું જોઇએ ? એનો જવાબ છે કે : ધનને નીતિથી મેળવો-કમાવો.
જે માણસો ધનોપાર્જનમાં નીતિમત્તાના અત્યંત આગ્રહી અને આરાધક હશે તે જે ધન મેળવશે એ ધનથી તેમને ભોગો (વૈભવો) તો મળશે જ-અને સાથે નીતિનો ધર્મ આચર્યો છે માટે શાંતિ-સ્વસ્થતા અને પ્રસન્નતાયે મળશે.
નીતિપૂર્વક મેળવેલા ધનમાં ધનોપાર્જન કરનારને તો સુખશાંતિ અને સ્વસ્થતા આપવાની તાકાત છે પરંતુ બીજાઓને પણ-જે નીતિમાનનું ધન લે છે તેને પણસ્વસ્થતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. ક્યારેક નીતિમાનનું ધન બીજાનું પણ જીવન પરિવર્તન કરી નાંખનારું બની જાય છે. એ જ રીતે અનીતિમાનનું ધન તેનાં તો સુખ-શાંતિ હરી લે છે પરંતુ તે ધન જે સ્વીકારે છે તેનાંય સુખ-શાંતિ હરાઇ જાય છે અને કદાચ જીવનને ઊંધા રવાડે પણ ચડાવી દે છે.
નીતિના ધનનો અજબ પ્રભાવ :
મોહનપુર નગરના રાજા મોહનસિંગનો કિલ્લો કેમે કરીને ચણાતો ન હતો. થોડોક ચણાય ત્યાં તો પડી જાય. રાજાએ ખૂબ વિચાર કર્યો પરંતુ તેને કોઇ ઉપાય ન સૂઝયો. છેવટે તેણે મંત્રીશ્વરને આ અંગે કંઇ રસ્તો કાઢવા જણાવ્યું.
મંત્રી ખૂબ જ હોશિયાર હતો. તેણે અનુમાન કર્યું કે, ‘આનું કારણ આ ક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ અતૃપ્ત હોવો જોઇએ. એને તૃપ્ત કરવા માટે કોઇ નીતિમાન વેપારીનું ધન આ કિલ્લાની નીચે દાટવું જોઇએ.' અને તેણે નગરના એક અત્યંત નીતિમાનૢ વેપારીની દસ સોનામહોરો લાવીને કિલ્લાની નીચે દાટી દીધી...
અને..ખરેખર કિલ્લો ચણાઇ ગયો. જ્યારે રાજાને આ વાતની જાણ મંત્રીએ કરી ત્યારે રાજાને વિશ્વાસ ન બેઠો કે નીતિના ધનનો આવો અદભુત પ્રભાવ હોઇ શકે !!
મંત્રીએ રાજાને ખાતરી કરાવવાનો નિર્ણય કર્યો. તે બીજે દિવસે તે જ નીતિમાન વેપારીની બીજી દસ સોનામહોરો લઇ આવ્યો અને તે એક માછીમારને આપી. અને રાજાના ભંડારની દસ સોનામહોરો એક સંન્યાસીને આપી.
2