________________
પાછળ પાગલ બન્યા છીએ.
‘માતૃ દેવો ભવ અને પિતૃ દેવો ભવ'ના પાઠ સંભળાવનારા ભારતદેશમાં પણ ‘ઘરડાં-ઘરો' નો પ્રારંભ થઇ ચૂક્યાં છે એ વાત કેટલી આઘાત-જનક છે ! પ્રારંભના પંદર દિવસનો માતૃ-ઉપકાર ઃ
રાજકોટના અનાથ-આશ્રમના મુખ્ય સંચાલક ભાઇએ એક મુનિરાજશ્રીને જણાવેલું કે અમારા અનાથાશ્રમમાં જો માતા દ્વારા પ્રારંભિક પંદર દિવસની અંદ૨ જ બાળક તજી દેવાયું હોય તો તે બાળકને સાચવવાની, સંભાળવાની ઘણી કાળજી રાખવા છતાં તે બચી શકતું નથી. સંશોધનને અંતે એવો નિષ્કર્ષ નીકળ્યો કે આમ થવાનું કારણ જન્મ પછીના પ્રારંભના પંદ૨ દિવસ દરમ્યાન બાળકને ખરી માતાની હૂંફ મળવી જ જોઇએ. જો તે ન મળે તો તે બાળક ઊંચી સાર-સંભાળ છતાં જીવી શકતું નથી.
આ વાત જાણ્યા બાદ...આપણા સહુની માતાએ ગર્ભાવસ્થાથી માંડીને, જન્મ આપીને પ્રથમના પંદર દિવસ આપણને વાત્સલ્યભરપૂર હૂંફ આપી અને આપણને જીવન-પ્રદાન કર્યું આ એક જ ઉપકારનો બદલો સમસ્ત જીવન સુધી તેની સર્વોત્તમ ભક્તિ કરવા છતાં વાળી શકાય તેમ નથી...એ વાત સ્વીકારવા આપણે તૈયાર થઇશું ખરાને ?
ત્યાર બાદ બાળકના ઉછેર માટે માતા સતત કાળજી રાખે છે. એને નાનાથી મોટો ક૨વા સુધીમાં...એના મળ-મૂત્રાદિ સાફ કરવાથી માંડીને નિશાળે ભણાવવા...તેની પાછળ પુષ્કળ પૈસાનું પાણી કરવા...તેને યુવાન થયા બાદ પણ નોકરી-ધંધે લગાડવા...કે પરણાવવા...સુધીના અનેક ઉપકારોનો વિચાર ક૨વામાં આવે તો તેનું લાંબું લિસ્ટ થાય...
આવા અગણિત ઉપકારો કરનારાં માતા અને પિતાની પૂજા-ભક્તિ કરવાનો સત્પુરુષોનો સદુપદેશ સંપૂર્ણ યથાર્થ જ છે.
આવાં માતા-પિતાને સવારના પહોરમાં ઊઠીને પગે લાગવું, તે દરેક પુત્રની અનિવાર્ય ફરજ છે. માતા-પિતાને પગે લાગવાના સંસ્કાર કેવી સુંદ૨ સ્થિતિ સર્જે છે તેની એક સત્યઘટના આ પ્રમાણે છે.
૧૬૦