SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રોના સંસ્કારે પિતાને સુધાર્યા : મુંબઇના માટુંગા નામના પરાના તેઓ કરોડપતિ શેઠ હતા. તેમણે તેમના બંને યુવાન-પુત્રોને એક પૂજ્ય આચાર્ય ભગવંતની જ્ઞાન-શિબિરમાં મોકલ્યા...પૂજ્ય આચાર્યશ્રીના પરિચય અને જ્ઞાનવાણી દ્વારા માતા-પિતાના ઉપકારની પિછાણ કર્યા બાદ જ્યારે તેઓ પોતાના પિતાને પગે લાગવા ગયા ત્યારે તેમના પિતા પુત્રોના આ જીવન-પરિવર્તનથી આશ્ચર્યમાં ડૂબી ગયા. તેમણે પગે લાગવા આવેલા પુત્રોને પૂછ્યું ‘‘દીકરાઓ ! આજે કોઇ ખાસ પ્રયોજન નથી, છતાં મને પગે લાગવા કેમ આવ્યા છો ?'' ત્યારે પુત્રોએ જ્ઞાન-શિબિર દ્વારા માતા-પિતાના ઉપકારોની ઓળખ કર્યાનું અને હવેથી દ૨૨ોજ માતા-પિતાને પ્રાત :કાળમાં પગે લાગવાના પોતે કરેલા સંકલ્પની વાત કરી. એટલે તરત જ પિતાએ બંને પુત્રોને પગે લાગતા રોક્યા અને પોતે બાજુના ખંડમાં ચાલ્યા ગયા. થોડીક જ ક્ષણોમાં પિતા બહારના રુમમાં પાછા ફર્યા અને પોતાના પુત્રોને કહ્યું ‘‘હવે તમે મને પગે લાગી શકો છો.’’ ત્યારે પુત્રોઓ પૂછ્યું ‘‘પિતાજી ! હવે કેમ ? આપ બાજુના રુમમાં કેમ ગયા હતા ?’’ પિતાએ ઉત્તર આપતાં કહ્યું “દીકરાઓ ! તમે જ્ઞાનશિબિર દ્વારા માતાપિતાને પગે લાગવાના સંસ્કાર લઇ આવ્યા. પણ હું તો આજ દિન સુધી આ સંસ્કાર પામ્યો ન હતો. મેં કદી મારાં માતા-પિતાને નમસ્કાર કર્યા નથી..પણ...જ્યારે આજે તમે મને પગે લાગવા આવ્યા ત્યારે મને થયું કે જ્યાં સુધી હું મારા જીવિત માતાને પગે ન પડું ત્યાં સુધી તમારા નમસ્કાર (પાયવંદન) સ્વીકારવાનો મને કોઇ અધિકાર નથી. બેટાઓ ! તમારા આ ઉત્તમ સંસ્કારે મારામાં પણ માતૃપૂજાના સંસ્કારને આજે જીવતો કરી આપ્યો.’’ અને..એ વાત સાંભળીને પુત્રોની આંખમાં પણ હર્ષાશ્રુ ઊભરાઇ આવ્યા. વાત આ છે કે સંતાનોને મળેલા ઉત્તમ સંસ્કારો ક્યારેક ઘરના માતાપિતાદિ બીજા કુટુંબીજનોને માટે પણ સુંદ૨ પ્રેરણાનું નિમિત્ત બની જાય છે. ! ૧૯૬૧
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy