SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારી-પુરુષોના ઉપકારને આપણે જીવનભર ભૂલતા નથી. વર્ષો બાદ તે ઉપકારી વ્યક્તિ જો આપણને મળે તો આપણું હૈયું તેના પ્રત્યેના સભાવથી ગદ્ગદ્ થઇ જાય છે. આ ઉપકારનો બદલો કઈ રીતે, કેવી તક મળે તો હું ચૂકવી શકું એવું સજ્જન-માણસનું હૃદય પોકારતું હોય છે...તો પછી જેણે આપણાં સાંસારિક તમામ સુખોના મૂળ કારણરુપ માનવદેહ અ તે માતા-પિતાનો ઉપકાર કેટલાગુwો હોય તેની ત્રિરાશિ કદી માંડી જુઓ.. જો માત-પિતા દ્વારા સુરક્ષિત માનવદેહ આપણને મળ્યો ન હોત તો ધન સંપત્તિ...મકાનની...કે બીજા કોઇ શારીરિક-માનસિક ઉપકારની આ બધાની આપણા માટે ફૂટી કોડી જેટલીયે કિંમત ખરી ? અરે ! ધન-મકાન કે અન્ય કોઇ સુખ-સામગ્રી એ તો સાધન છે-ભોગ્ય છે, પણ જો એ બધાનો ભોક્તા માનવદેહ જ ન હોય તો તે ધન વગેરેની કિંમત કેટલી ? ધૂળ જેટલી. કદાચ એટલીય નહિ. માનવદેહના એક એક અંગ-ઉપાંગની જો રૂપિયામાં કિંમત મૂકવામાં આવે તો કરોડો રૂપિયામાંય તેની કિંમત આંકી ન શકાય. તો પછી અંગ-પ્રત્યંગથી પરિપૂર્ણ એવા પૂરા માનવશરીરની કિંમત કેટલી ? અને એવા દેહને આપનારાં માતા-પિતાનો ઉપકાર કેટલો ? દરિયા જેટલો અમાપ. “ઘરડાં-ઘરોના પ્રારંભ આઘાતજનક : આ જ કારણે ભારતદેશની સંસ્કૃતિમાં જે મૂળભૂત અને મહત્ત્વપૂર્ણ આર્ષવચનો છે તેમાં માતૃ દેવો ભવ' “પિતૃ દેવો ભવ” “આચાર્ય દેવો ભવ” વગેરે વચનો મુકાયેલાં છે. એનો અર્થ છે : “માતાને દેવ સમાન ગણો. પિતાને દેવ સમાન ગણો. આચાર્ય- (શિક્ષક કે ધર્મગુરુ) ને દેવ સમાન સમજો.” ભારતદેશમાં જન્મેલાં ભારતીઓની આ પુણ્યાઇ છે કે તેમને આવા અદભુત સંસ્કારોનો વારસો મળ્યો છે. અમેરિકા કે રશિયામાં તો ઘરડાં માતાપિતાઓને ઘરડાં-ઘરોમાં મોકલી દેવાની એક ફેશન ગણાઇ છે. આથી જ અમેરિકનો અને રશિયનો પાસેથી “માતા-પિતાની પૂજા' એ ગુણની અપેક્ષા જ ક્યાંથી રખાય ? દુઃખની વાત તો એ છે કે ભારતદેશની ભવ્ય સંસ્કૃતિની જાજરમાન ગૌરવગાથાઓને ભૂલીને આપણે પણ અમેરિકા અને રશિયાની ભૌતિકવાદ તરફની આંધળી-દોટ ૧૫૯
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy