________________
રુદન ? શા માટે ? કાંઈ સમજાતું નથી ?'
ત્યારે પેલી સ્ત્રી કહે છે “સાહેબજી ! મારા જેવી દુ:ખિયારી સ્ત્રી જગતમાં બીજી કોઈ નહિ હોય !”
મુનિરાજ કહે છે “બેન ! તમારે ત્યાં શેની ખોટ છે ? કરોડો રૂપિયા પાસે છે. છતાં તમે આમ રડો છો કેમ ?”
ત્યારે તે સ્ત્રી કહે છે “મુનિરાજ ! મારું દુઃખ પૈસા અંગેનું નથી. પૈસો તો અમારી પાસે બેસુમાર છે. સુંદર મજાનો ફ્લેટ, ફર્સ્ટક્લાસ મર્સીડીઝ કાર તેય ત્રણ ત્રણ છે, નોકર-ચાકર સંતાનો...બધું જ છે. છતાં હું મહાદુઃખી છું.
“પૈસા જ મારા દુઃખનું મૂળ છે. મારા પતિ પાસે બેફામ પૈસો હોવાથી જ તેઓ રાત્રે કલબોમાં જાય છે. પર-સ્ત્રીઓ સાથે નાચે છે અને પુષ્કળ દારૂ ઢીંચીને રાત્રે ૧ાા-૨ વાગે ઘરે આવે છે. ગમે તેમ લવારા કરે છે. ક્યારેક નશામાં આવી જઇને તે મને પણ બેફામપણે મારે છે. મારા દીકરાઓ આ દશ્યો જોતા હોય તોય તેઓ કાબૂ રાખી શકતા નથી. મહારાજજી ! તમે જ કહો આ બધાની મારાં કુમળાં બાળકો ઉપર કેવી વિપરીત અસર પડતી હશે !! એમના ભાવિનો વિચાર કરતાં હું ધ્રૂજી ઊઠું છું.
“હું દિવસ દરમ્યાન જે કાંઇ સંસ્કારોનું સીંચન કરવાની મહેનત કરું છું એ તમામ ઉપર મારા પતિના રાત્રિના વર્તનથી પાણી ફરી જાય છે. મહારાજજી ! આ ધનસંપત્તિએ તો અમારા ઘરનું સત્યાનાશ કાઢી નાંખ્યું છે. અમને ગમે તે રીતે બચાવોઃ ગુરુદેવ !” જે ધનથી શાંતિ ન મળે તેની શી કિંમત ? - અઢળક ધનસંપત્તિ ભેગી મળીને પણ આ શ્રીમંત-સ્ત્રીના રુદનને શાંત કરી શકતી નથી. તો કહો ધનસંપત્તિએ શું આપ્યું ? માત્ર ભોગોનો એટલે વૈભવોનો ખડકલો કરી દીધો. પરંતુ આટલા બધા ભોગ-વૈભવો ભેગા થઇને પણ તે શ્રીમંતોને સુખ ન આપી શક્યા. શાંતિ ન આપી શક્યા. સદગુણોની સુવાસથી જીવનને સમૃદ્ધ ન કરી શક્યા.
તો ધનથી મળતાં ભોગસુખમાં તે સાધનોની શી કિંમત ? જે જીવનમાં સુખ ન આપે ! શાંતિ ન આપે ! સદગુણો ન આપે ! પ્રસન્નતા ન પ્રસરાવે !