________________
પાંચ પ્રકારના આત્માઓની આપણે વાત કરી.
(૧) સર્વવિરતિધર (સાધુ કે સાધ્વી) (૨) દેશવિરતિધર (૩) સમ્યગ્દષ્ટિ (૪) માર્થાનુસારી અને (૫) મિથ્યાષ્ટિ.
આ પાંચમાંથી ચોથા નંબરના “માર્ગાનુસારી આત્માના જીવનમાં કેવા કેવા ગુણો હોય તેની આપણે અહીં વિચારણા કરવી છે. ધનથી સુખનાં સાધનો મળેઃ શાંતિ નહિ ?
આપણે એ જોઇ ગયાં છીએ કે માર્ગાનુસારી આત્માઓ મોક્ષ અને ધર્મ પ્રત્યે અભિરુચિ ધરાવતા હોવા છતાં અર્થ અને કામ પ્રત્યે પણ તેમની અભિરુચિ હોય છે. એટલું જ નહિ અર્થ અને કામને તે મેળવવા યોગ્ય (ઉપાદેય) પણ માને છે. પણ આમ છતાં તે અર્થ અને કામ મેળવવામાં ધર્મનો નાશ ન થવો જોઇએ. આ તેમની વિચારધારાનો શુભ અંશ છે.
સંસારી જીવને ભોગસુખો મેળવવાં પડે એ સમજી શકાય એમ છે. ભોગસુખો એટલે જ કામ. આ કારમાં કામ-પુરુષાર્થથી આપણે કામભોગો એવો અર્થ લઇએ છીએ. અને કામભોગો કહો કે ભોગસુખો બંને એક છે.
અને આ કામભોગો (કે ભોગસુખો) ને મેળવવા માટે અર્થ અર્થાત્ ધનની જરૂરિયાત અનિવાર્ય છે. સંસારી માણસોને ભોગસુખોને મેળવવા માટે ભોગનાં સાધનોની જરૂરિયાત પડે છે. એને ભોગનાં સાધનો અર્થ (ધન) વગર જગતમાં મળતાં જ નથી એ હકીકત છે.
પણ આપણે એમ ન માની લઇએ કે ધનથી મળેલાં ભોગસુખનાં સાધનો જીવને નિશ્ચિત સુખ આપી શકે છે. ધનથી તો ભોગસુખના સાધનો જ મળે. પરંતુ એનાથી સુખ અને શાન્તિ અવશ્ય મળે જ છે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.
આ જગતમાં એવા લાખો માનવો છે જેઓ અઢળક સમૃદ્ધિ હોવા છતાં અંતરથી સુખી નથી. શ્રીમંત સ્ત્રીનું કરુણ રુદન :
મુંબઇના વાલકેશ્વરના ત્રીસ લાખના ફલેટમાં રહેનારી એક શ્રીમંત ઘરની સ્ત્રી મુનિરાજ પાસે આવીને ધ્રુસકે રડે છે. મુનિરાજ પૂછે છે : “બેન ! તમે ! અને