________________
સંગમુક્ત થવાનો ઉપાય સત્સંગ :
અનેકવિધ ઉપાયોને-સંગમુક્ત થવા માટે-શાસ્ત્રકારોએ બતાવ્યા છે તેમાંનો એક ઉપાય છે : સત્સંગ. જ્યાં સુધી જીવને સદાની અસંગ-દશા પ્રાપ્ત નથી થઇ ત્યાં સુધી તેણે કોઇ ને કોઇ પદાર્થનો કે પ્રાણીનો સંગ કરે જ છૂટકો છે.
તો પછી ખરાબ સંગને છોડીને જીવે “સારો સંગ કરવો તે જ તેના આત્મકલ્યાણનો ઉત્તમ માર્ગ છે. સારો સંગ એટલે જ સત્સંગ. મુખ્ય ત્રણ પ્રકારના સત્સંગ :
આમાં સૌથી ઉત્તમ સંગ છે સંસારના ત્યાગી અને પંચ મહાવ્રતધારી સાધુભગવંતોનો સંગ.
બીજા નંબરે સારા અર્થાત્ ધર્મનિષ્ઠ સજ્જન શ્રાવક-મિત્રોનો સંગ. કદાચ તે મિત્ર શ્રાવક ન હોય અને માર્ગાનુસારીના સુંદર ગુણો ધરાવતો હોય તોય તે સુમિત્ર કહેવાય...અને તેનો સંગ પણ સત્સંગ કહેવાય.
અને ત્રીજા નંબરે છે સારાં પુસ્તકોનો સંગ. જીવનને સુધારનારાં, સદ્ગણી બનાવનારાં અને મોક્ષમાર્ગમાં પુષ્ટતા આપનારાં પુસ્તકોનું વાચન તે પણ એક પ્રકારનો સત્સંગ છે.
સાધુપુરુષોનો સંગ અને સુ-મિત્રોનો સંગ પરાશ્રિત છે અને તેથી જ હંમેશાં પ્રાપ્ત થનારો નથી.
અમુક કાળ પૂરતો મર્યાદિત છે. વળી, આપણી ઇચ્છા હોય ત્યારે મળી જ જાય, તેવો નથી.
જ્યારે સારાં પુસ્તકોનો સંગ સ્વાશ્રયી છે. તમારા ઘરમાં વસાવેલાં સારાં પુસ્તકો જ્યારે તમારું મન થાય ત્યારે તમે વાંચી શકો છો તેથી તે સત્સંગ હરહંમેશ તમારી સાથે છે.
- જ્યારે જ્યારે પુરુષોના અને સન્મિત્રોના સત્સંગનો લાભ ન મળે ત્યારે ત્યારે સુપુસ્તકોના સત્સંગમાં અવશ્ય રહેવું જોઇએ. તો પણ જીવનમાં સદગુણોની પ્રાપ્તિ-રક્ષા અને વૃદ્ધિ સુસંભવિત બની રહે છે.
છે
: