SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - માર્ગાનુસારીનો આઠમા નંબરનો ગુણ છે. સત્સંગ. જીવનો ખરો સ્વભાવે તો અસંગ જ જ્ઞાની પુરુષો કહે છે જીવનો ખરો સ્વભાવ તો અસંગ જ બની જવાનો છે. સંગ એ સર્વ દુઃખોનું કારણ છે. ચાહે તે સંગ જીવ સાથેનો હોય કે જડ સાથેનો. - આપણા જીવાત્માએ કર્મરૂપી પુદગલોનો સંગ કર્યો માટે જ તેને સંસારમાં ભટકવું પડી રહ્યું છે ને ? જોકે આ કર્મસંગ અનાદિથી છે. “જીવ અનાદિ. કર્મ અનાદિ...અને જીવ અને કર્મનો સંયોગ અનાદિ..” આ જૈનદર્શનનો મૂળભૂત સિદ્ધાન્ત છે. આમ છતાં અસત્ કલ્પનાથી માની લઇએ કે જીવનો કર્મ સાથે સંગ (સંયોગ) જ ન હોત તો ? તો કેવું સારું થાત ! " તો કર્મના સંગના કારણે ભોગવવા પડતાં અનંતા દુ:ખો જીવને ન હોત. એ દુ:ખો જેમાંથી જન્મે છે તે ધૃણાસ્પદ પાપો ન હોત, સાંસારિક સુખની કારમી લાલસાઓ ન હોત, જન્મ...જીવન અને મૃત્યુની ઘટમાળ ન હોત, ચૌદ રાજલોકમાં જીવનું પરિભ્રમણ ન હોત, નરકનાં અપરંપાર દુ:ખોની જાલિમ વેદનાઓ ન હોત, સ્વર્ગના અગણિત સુખોની આસપાસ વીંટળાયેલાં ઇર્ષ્યા અને અતૃપ્તિનાં ભયંકર પાપો ન હોત. આરાધનાઓનું અંતિમ ફળ કમસંગથી મુક્તિ : જીવની સઘળી ખાનાખરાબીનું મૂળ છે જીવનો કર્મ સાથેનો સંગ અને આપણી સઘળી આરાધનાનું-ધર્મનું અંતિમ ફળ છેઃ કર્મ સાથેનો સદા માટેનો અસંગ. - કર્મ સાથેનો અસંગ એટલે જ મોક્ષ. મોક્ષમાં ગયા પછી જીવને ક્યારેય કર્મોનો સંગ રહેતો નથી તેથી જ તે કર્મસંગથી જનિત સંસાર જીવને નથી. સંસાર નથી તો દુ:ખો, પાપો અને ભ્રાન્તિજનક સુખોની ઘટમાળ પણ નથી. આમ શાશ્વત સુખના સંગી બનવા માટે કર્મોના સંગના ભંગવાળા આપણે બનવું જ રહ્યું. આપણી સર્વ ક્રિયાઓનું તે જ અંતિમ લક્ષ્ય-ધ્યેય છે. પરંતુ જીવ અને પુદગલોના આ સંગથી છૂટવું શી રીતે ? આ સંગથી મુક્ત થવાનો ઉપાય ? ૧૩૬
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy