SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના ગુણોમાં સાતમાં નંબરનો ગુણ છે ઉચિત-ઘર.. સૌથી પહેલી વાત તો એ છે કે જ્ઞાની પુરુષોના ‘ઘરને માંડવું જ નહિ' એ ઉપદેશ અમલી બનાવવો. સંસ્કૃતમાં ઘર માટે અગાર” શબ્દ છે અને સાધુને “અણગારકહેવામાં આવે છે. અણગારનો અર્થ એ છે કે “જેને ઘર (અગાર) નથી તે અણગાર.” સાધુને “અણગાર કેમ કહેવાય છે? સાધુ સર્વ-સંગના ત્યાગી છે. સંસારના તમામ સંબંધોમાંથી મુક્ત બનેલા છે. તો તેમને “અણગાર' એટલે “ઘરબાર-વગરના' એ રીતે કેમ સંબોધવામાં આવ્યા ? પત્ની વગરના, પુત્રાદિ વગરના, ધનાદિ વગરના એમ ન જણાવતાં ઘરબાર-વગરના” એમ કેમ કહેવામાં આવ્યા ? એનો જવાબ એ છે કે “ઘર' એ જ સમસ્ત સંસારનું મૂળ છે. જો સંસારી માણસને “ઘર' નથી તો પત્નીને ક્યાં રાખશે ? પુત્રાદિને ક્યાં સાચવશે ? અને ઘર વગરના...પત્ની-પુત્રાદિ વગરનાને ધનની પણ શી જરુર? આનો અર્થ એ થયો કે “ઘર” છે તો બધું છે. અર્થાત્ “ઘર” છે તો સઘળો સંસાર છે. ઘર હોય તો પત્ની-પુત્રાદિ સચવાય. ઘર હોય તો ધનાદિનો ઉપયોગ સાર્થક ગણાય. ઘર હોય તો મહેમાન વગેરે આવે. આમ “ઘર સંસારીને માટે અનિવાર્ય અંગ ગણાય. આથી જ...આ દૃષ્ટિએ જ સાધુને “ઘર વગરના” અર્થાત્ “અણગારકહી દીધા...એટલે સાધુ, પત્ની-પુત્રાદિ વગરના...નાદિ વગરના...અને પરિગ્રહ વગરના...ઓટોમેટિક સિદ્ધ થઈ ગયા. આથી સાધુનું “અણગાર” વિશેષણ સાર્થક જ છે. સાધુ જો “અણગાર' છે તો સંસારી માણસ અગારવાળો અર્થાત્ ઘરવાળો છે કેમકે સાધુ કરતાં વિપરીત સંસારીને “ઘર'ની અત્યંત જરૂરિયાત છે. - જ્યાં સુધી શક્ય હોય અને શક્તિ હોય ત્યાં સુધી શ્રાવકે ઘર છોડીને અણગાર' બનવાની જ ભાવના કરવી જોઇએ. પરંતુ જેની તેવી શક્તિ ન હોય તેને ઘર માંડવું અને વસાવવું તો પડે જ..
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy