________________
પૂર્વભવની ઇર્ષાએ આ ભવમાં પણ આતશ જગાડયો હતો. આથી સાધુઓ આશ્ચર્ય પામ્યા. પોતાના વડીલ મુનિ તરફ આ કાળા નાગને આટલો બધો ક્રોધ કેમ આવતો હશે ? તે ન સમજાયું.
અવસર થતાં તે મુનિ-વૃન્દ તે ઉદ્યાન છોડીને વિહાર આગળ લંબાવ્યો.
રસ્તામાં કોઈ વિશિષ્ટ જ્ઞાની મહાત્માનાં દર્શન થયાં. વંદનાદિવિધિ પતાવ્યા બાદ મુનિઓએ તે જ્ઞાની મહાત્માને પ્રશ્ન કર્યો કે, “અમને એ વાત નથી સમજાતી કે અમારા વડીલ મુનિ પ્રત્યે પેલા ઉદ્યાનનો કાળો નાગ ઉગ્ર ક્રોધ કેમ ધરાવતો હશે ? આપ અમારા ઉપર કૃપા કરીને આપના જ્ઞાનબળે અમારો સંશય દૂર કરવા અનુગ્રહ કરો.”
આ સાંભળીને તે મહાત્માએ કહ્યું એ કાળો નાગ એ બીજું કોઇ જ નથી, પરંતુ તમારા કાળધર્મ પામી ચૂકેલા ગુરુદેવ નયશીલસૂરિજીનો જ આત્મા છે. તમને સ્વાધ્યાયાદિ કરાવતા આ વિદ્વાન મુનિ તરફ એમને એ વખતે ભારે ઇર્ષા હતી અને એ જ સ્થિતિમાં તેઓ મૃત્યુ પામી ગયા. એના પરિણામે તેઓ કાળો નાગ બન્યા છે અને પૂર્વના સંસ્કારના કારણે જ તે તમારા વિદ્વાન વડીલ મુનિ તરફ ક્રોધે ભરાયા હતા.”
આ સાંભળીને બધા મુનિવરો થીજી ગયા. સહુના અંતર બોલી ઊઠયાં અહો કર્મની કેવી વિષમ દશા ! જો જરાક પણ કોઇ દોષ આપણને લાગશે તો આપણું શું થશે ?'
કેવી કડવી આ શાસ્ત્રીય-કથા છે ! જીવનના અનેક સદગુણો પણ ભેગાં મળીને નયશીલસૂરિજીની ઈષ્યરુપી દુર્ગુણથી થનારી ભયંકર દુર્ગતિને અટકાવી ન શક્યા !!
ઈર્ષ્યા જો આટલી ભયંકર છે તો તેમાંથી જ ઉત્પન્ન થનારી નિન્દા એથી વધુ ભયંકર છે. નિંદાની આ દુર્ગતિદાયકતાને ઓળખીને તેનો ત્યાગ અવશ્ય કરવો જોઇએ. જીવનમાં જો સારા સદગૃહસ્થ બનવું હોય તો નિન્દાનો ત્યાગ જરૂરી છે. નિદા પ્રશંસાની તક ગુમાવડાવે ?
નિન્દાના રસના કારણે ઘણા માણસો બીજાઓનાં સારાં અને સાચાં