________________
સત્કાર્યોની પણ પ્રશંસા કરી શકતા હોતા નથી. તેમના મોઢે જ્યારે કોઇ એમ કહે કે, “તમારા પડોસી મોતીચંદભાઇ એ સંઘમાં સારો પૈસો ખર્ચો. પાંચેક લાખ રુપિયા ખચ્ય હશે !'
ત્યારે નિર્દક માણસ તરત જ બોલી ઊઠશે કે, “હવે જોયા જોયા પાંચ લાખ ખર્ચવાવાળા ! એક બાજુ લોકોનાં ગળાં કાપે છે અને બીજી બાજુ ધર્મી દેખાવા દાન કરે છે...સંઘો કાઢે છે ! આવાઓના ધર્મની શી કિંમત ?”
બીજાના સારા ધર્મની પણ પ્રશંસા કરવાની તક ગુમાવડાવે છે આ નિન્દાની વૃત્તિ, તેથી તેને જીવનમાંથી કાઢવી જ જોઇએ.
ખૂબીની વાત એ છે આવા નિર્દક માણસો પોતાના દુર્ગુણોની ક્યારેય નિન્દા કરી શકતા નથી. એટલું જ નહિ, પોતાના જીવનના નાના ગુણોને મોટા કરી દેખાડવાનો તેમનો સતત પ્રયત્ન હોય છે અને જ્યારે પોતાની લીટીને મોટી દેખાડવામાં તેઓ નિષ્ફળ જાય છે ત્યારે બીજાની મોટી લીટીને-બીજાના સદગુણોનેકાપીને પોતાની લીટીને મોટી દેખાડવાની તેઓ કોશિશ કરતા રહે છે.
- પણ હકીકત એ છે કે એ રીતે કોઇ ક્યારેય મોટું-મહાન બની શક્યું નથી. જેણે ખરેખર મહાન બનવું હોય તેણે તો પોતાના જ જીવનમાં સદગુણો રુપી લીટીઓને મોટી બનાવવાની કોશિશ કરવી જોઇએ. બીજાના સદગુણોની લીટીઓને કાપવાનો (નિંદા કરવાનો) અધમ પ્રયત્ન કદી કરવો ન જોઇએ. કુન્તલાદેવીની ઈર્ષ્યાળુતા :
અહંકાર અને ઈર્ષા સારા જીવોને પણ ભાન ભુલાવે છે...સારી વાતમાં , કરાતી ઈર્ષ્યા પણ જીવને દુર્ગતિમાં ધકેલી દેતી હોય છે.
એક રાજાને અનેક રાણીઓ હતી. તેમાં મુખ્ય હતી કુન્તલાદેવી...પરમાત્માની પૂજા-વિધિની તે વિશેષ જાણકાર હતી. તે હંમેશાં ભાવથી જિનપૂજા કરતી.
તેમ પોતાની શોક્યોને પણ સુંદર પ્રકારે પૂજાની વિધિઓ શિખવાડી હતી અને તે શોક્યો પણ જિન પૂજા વિધિપૂર્વક કરવા લાગી.
ધીરે ધીરે પરિસ્થિતિ એવી પલટાઇ કે પેલી શોક્યો કુન્તલાદેવી કરતાં પણ વધુ ને વધુ સુંદર પ્રકારે જિનપૂજા કરવા લાગી.
૧૦૫