SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ = – અગ્નિ વડે જેમ સુવર્ણ (શુદ્ધ થાય) તેમ કોશાના સંસર્ગ વડે જેઓ અધિક તેજસ્વી બન્યા તે સ્થૂલભદ્ર મુનિવર ચિરકાળ જય પામો. – જેઓ વેશ્યારૂપી મહાસર્પિણીના મુખમાં પડવા છતાં શીયલરૂપી મહામંત્રના બળે દશાયા નહીં તે મુનિવર સ્થૂલભદ્ર સ્વામીના ચરણયુગને હું વંદું છું. – કોશાએ મૂકેલા કટાક્ષોને જેમણે અત્યંત ધીરતાપૂર્વક ગણકાર્યા નહીં તેવા શ્રી સ્થૂલભદ્રસ્વામીના પદકમલને હંમેશા હું નમું છું. – ગુરુ ભગવંત શ્રી આર્યસંભૂતિવિજયસૂરિ વડે પણ વિશેષ પ્રકારે- દુષ્કરદુષ્કરકારકપણે જેમની પ્રશંસા કરી તે. કામદેવરૂપી હાથીના કુંભસ્થળને ભેદનારા, મોહમલ્લને હણનારા સ્થૂલભદ્રસ્વામીને ધન્ય છે – હજાર આંખવાળા ઈન્દ્ર મહારાજા પણ જે સ્થૂલભદ્રસ્વામી ભગવાનની ધ્યાનસ્થિરતાનું વર્ણન કરવા અસમર્થ છે કે જે ધ્યાનાગ્નિ વડે ત્રણ જગતને વશ કરનારો કામદેવ સ્વયં માખણની જેમ ક્ષય પામ્યો. – કામદેવરૂપી સુભટને હણનારા શ્રી સ્થૂલભદ્રસ્વામીના ચરણોમાં તમે ભક્તિના સમૂહ વડે ત્રિકાળ, મન-વચનકાયાના યોગો વડે કરવા, કરાવવા અને અનુમોદના વડે પ્રણામ કરો. (અ) ૩૪-૪૬) ~ ૮૬ ૩ શ્રીવિશ્વન —
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy